<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

અમન સોશ્‍યલ ગ્રુપ દ્વારા ફૂલછાબ ચોકમાં ધ્‍વજ વંદનનો કાર્યક્રમ યોજાયો : મર્હુમ ગનીબાપુએ શાંતિ અને એખલાસનો ચીલો પાડેલો તે તેમના પરિવારજનોએ જાળવી રાખ્‍યો

રાજકોટ : શહેરના મુસ્‍લીમ સમાજે  ૨૬મી જાન્‍યુઆરીએ ફુલછાબ ચોકમાં પ્રજાસત્તાક દિનની ધામધુમપૂર્વક ઉજવણી કરી હતી. રાજકોટ શહેરના હિન્‍દુ-મુસ્‍લીમ અગ્રણીઓએ આ પ્રસંગે ખાસ હાજરી આપેલ હતી.

કોમી એકતાના પ્રતિક રાષ્‍ટ્રપ્રેમી પૂર્વ કોર્પોરેટ મર્હુમ ગનીબાપુ કાળાભાઈ કટારીયાએ રાજકોટમાં ફુલછાબ ચોકમાં ધ્‍વજવંદનના કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પરંપરાને દર વર્ષે ચાલુ રાખવાનું તેમના પુત્રો ગફારભાઈ ગનીબાપુ કટારીયા, હબીબભાઈ, યુસુફભાઈ, હનીફભાઈ, સલીમભાઈ, રફીકભાઈ  એ  ચાલુ રાખી, પરંપરાને જાળવી,  પરિવારે ધ્‍વજવંદન કરેલ હતું અને તિરંગાયાત્રાનું શાનદાર સ્‍વાગત કરેલ હતું.

આ કાર્યક્રમમાં આલીમ સાહેબોએ ખાસ હાજરી આપેલ હતી અને સમગ્ર દેશ માટે દુઆઓ કરી હતી. સદર જુમ્‍મા મસ્‍જીદના હાફીઝ હાજી અકરમબાપુ, હરીયાણાના મૌલાના જમીલ અહેમદ સાહેબ, વંથલીના હાફીઝ અમીન સાહેબ આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલ. ભકિતનગર પોલીસ સ્‍ટેશનના પી.આઈ. શ્રી સરવૈયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં હાજી હુસેનભાઈ શમા, હાજી કરીમભાઈ શેરૂભાઈ, હાજી ફારૂકભાઈ બાવાણી, રહીમભાઈ સોરા, હાજી ગફારભાઈ કટારીયા, હાજી રફીકભાઈ કાજી, અબુભાઈ ચૌહાણ, શરદભાઈ ઓઝા, નરેશભાઈ મકવાણા, માટેલ સર પટેલ, સલીમભાઈ કારીયાણી, રજાકભાઈ ચાનીયા, ઈબ્રાહીમભાઈ મેમણ, ફારૂકભાઈ ગવલી, આસીફભાઈ ખોખર, યુસુફભાઈ કટારીયા, યુનુસભાઈ કટારીયા, સોયબભાઈ સોદાગર, અબ્‍દુલભાઈ ચૌહાણ, અહેમદભાઈ કુરેશી, હસનભાઈ દલવાણી, દેવભાઈ બુંદેલા, ઈકબાલભાઈ કટારીયા, સલીમભાઈ ચૌહાણ, યાસીનભાઈ પાનવાલા, ઈકબાલભાઈ સમા, આરીફભાઈ સોલંકી. સોયબભાઈ મલીક, શબીરભાઈ કુવાડીયા, કાસમબાપુ દરગાહવાળા, ફરીદનભાઈ બ્‍લોચ, અનવરબાપુ ધાડા, નાગજીભાઈ વિરાણી, લાખાબાપા પટેલ, સતારભાઈ એસ.કે.વેલ્‍ડીંગવાળા, ઝાબીરભાઈ ગવલી, વોરા સમાજના યુસુફભાઈ જોહરકાર્ડવાળા, સાકીરભાઈ કાચવાલા, ભરવાડ સમાજના આગેવાન જેસાભાઈ જોગરાણા, હીરાભાઈ બોરીયા, ધર્મેશભાઈ બાલેન્‍દુ બહેનોમાં અલ્‍વીરાબેન કટારીયા, લીલાબેન ચાવડા, રોશનબેન હીંગરોજા, સમાબેન પઠાણ, વાસમીબેન સોલંકી, નજીરાબેન માંડરીયા, જમીલાબેન દલવાણી, ફરીદાબેન બેલીમ, સાયરૂબેન બેલીમ, આશીયાનાબેન બેલીમ, વહીદાબેન ગાંજા, હલીમાબેન સુમરા, મરીયમબેન શામદાર, દુરિયાબેન મુસાણી, મતેકાબેન બાબા, સીરીનબેન દામનગરવાળા, રજીયાબેન સામ, હીનાબેન ચોવટીયા, મરીયમબેન ફકીર, નસીમબેન કટારીયા, ઈરમબેન કટારીયો ઉપસ્‍થિત રહયાં હોવાનું હબીબભાઈ ગનીબાપુ કટારીયા(મો. નં. ૯૮૨૪૪ ૧૬૦૬૯), એસ.કે. વેલ્‍ડીંગવાળા સતારભાઈ, અહેમદભાઈ કુરેશીની સંયુકત યાદીમાં જણાવેલ છે.

(3:19 PM IST)