<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

સીંગતેલમાં બેકાબુ તેજી જારી વધુ ર૦ રૂા.નો ભાવવધારો

એક સપ્તાહમાં સીંગતેલમાં ૧પ૦ રૂા.નો ઉછાળોઃ સટોડીયાઓ બેલગામ : કપાસીયા તેલમાં પણ ૧૦ રૂપીયા વધ્‍યા

રાજકોટ, તા., ર૮ :  સીંગતેલમાં  શરૂ બેકાબુ તેજીનો દોર યથાવત રહયો છે. આજે વધુ ૨૦ રૂા.નો ભાવવધારો થયો છે.

સ્‍થાનીક બજારમાં આજે પણ  કાચા માલની અછતના બહાને સીંગતેલમાં  ૨૦ રૂપીયા વધ્‍યા હતા.  સીંગતેલ લુઝના ભાવ  ૧૭૩૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૭પ૦ રૂા. ભાવ બોલાયા હતા. સીંગતેલ નવા ટીનનો ભાવ ર૮૬૫ થી ર૯૧૫ રૂપીયા હતા તે વધીને ર૮૮૫ થી ર૯૩૫ રૂપીયા થયા છે. છેલ્લા ૯ દિવસમાં સીંગતેલમાં ૧પ૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો હતો.

સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂપીયાનો ભાવવધારો થતા કપાસીયા ટીનના ભાવ ર૩૩૦ થી ર૩૬૦ રૂપીયા થયા હતા તે વધીને ર૩૪૦ થી ર૩૮૦ રૂા. થયા છે.

મગફળીના અછતના બહાને સટોડીયાઓ બેકાબુ બન્‍યા હોય તેમ સીંગતેલના ભાવોમાં છાપાછાપી શરૂ કરી છે. સરકાર સીંગતેલના ભાવ વધારા સામે  અસરકારક પગલા ભરે તેવી લોકલાગણી  પ્રવર્તે છે.

(3:27 PM IST)