<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th January 2026

જામટાવર પાસે બ્રીજ નીચે અજાણ્‍યા યુવાનનું મોત

રાજકોટ તા. ર૮ :.. જામનગર રોડ પર જામટાવર પાસે બ્રીજ નીચે ગત તા. ૩ ના રોજ આશરે ૪૦ વર્ષીય યુવાન બીમારીના કારણે બેભાન હાલતમાં પડેલો હોવાની તેને ૧૦૮ મારફતે સારવાર માટે સીવીલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાં તેનું  સારવાર દરમ્‍યાન મોત નિપજયુ હતું. મૃતક યુવાને કાળા પટ્ટાવાળુ ટી-શર્ટ અને કાળા કલરનું પેન્‍ટ પહેરેલ છે. તેના જમણા હાથમાં ‘જય  બજરંગ બલી' અને અંગ્રેજીમાં એડીએનએચ અને જય ચામુંડા ત્રોફાવેલ છે.

જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ કે. કે. ચાવડા, સહિતના સ્‍ટાફે કાર્યવાહી કરી છે. જો કોઇ આ યુવાનના સગા-સંબંધી હોય તો પ્ર.નગર પોલીસ સ્‍ટેશન ફોન નં. ૬૩પ૯૬ ર૭૪૦પ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 

(3:45 PM IST)