<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

ઓમનગર સર્કલ પાસે કચરો સળગતા બાજુમાં પડેલી રીક્ષા અને કારમાં આગ લાગતા નાસભાગ

ફાયરબ્રિગેડ સ્‍ટાફે સ્‍થળ પર પહોંચી આગ બુઝાવી : બાજુમાં સાત જેટલી ફોર વ્‍હીલ બચી ગઇ

રાજકોટ :  દોઢસો ફૂટ રીંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે પટેલ બેટરીવાળી શેરીમાં એક ખુલ્લા પ્‍લોટમાં કચરો સળગતા ત્‍યાં ભંગાર હાલતમાં પડેલી રીક્ષામાં આગ લાગી હતી. ત્‍યાં બાજુમાં પડેલી એક કાર પણ આની લપેટમાં આવી જતા કારની પાછળનો ભાગ સળગી ગયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. કોઇ સહદારીએ ફાયરબ્રિગેડમાં જાણ કરતા ફાયરબ્રિગેડ સ્‍ટાફના ફાયર ઓફીસર સામતભાઇ, હરેશભાઇ ગોંડલીયા, જતીનભાઇ તથા ધ્રુવીલસિંહ સહિત એક ફાયર ફાઇટર સાથે સ્‍થળ પર પહોંચી  પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી આગમાં રીક્ષા બળીને ખાક થઇ ગઇ હતી. જયારે બાજુમાં પડેલી ફોર વ્‍હીલના પાછળનો ભાગ સળગી ગયો હતો. બનાવની જાણ થતા ફોરવ્‍હીલના માલીક દીપભાઇ સાવલીયા ઘટનાસ્‍થળે દોડી આવ્‍યા હતા. સાત જેટલી ફોરવ્‍હીલ પડી હતી જો કે આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:14 PM IST)