News of Thursday, 29th January 2026
વિશ્વકર્મા જયંતિ નિમિતે માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શનિવારે મહા રક્તદાન કેમ્પ
રેડક્રોસ અને વોલન્ટરી બ્લડ બેંકનો સહયોગ : ૩૫૦ રક્તની બોટલ એકત્ર થવાનો અંદાજ

રાજકોટ : શ્રી માધવરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી નિમિત્તે તા.૩૧ને શનિવારેશ્યામ મંદિર (રીંગ રોડ બાયપાસ, કોઠારીયા ચોકડી) ખાતે સવારે ૭થી બપોરે ૧૦:૩૦ વાગ્યા સુધી સમાજ ઉત્થાન, સમાજ ઉત્કર્ષ અને સમાજ સેવાનાં ભાગ રૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
ઉલ્લેખનિય છે કે ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી નિયમીત રીતે વર્ષમાં ૩ વખત રક્તદાન કેમપ કરીને થેલેસેમીયા પીડીત બાળકો તેમજ દર્દીઓને રક્ત પુરૂ પાડવા માં આવે છે.
વોલન્ટરી બ્લડ બેંક અને રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી આયોજીત આ રક્તદાન કેમ્પમાં ૪૫૦થી ૫૦૦ સીસી રક્તદાન થવાની રક્યતા છે.
ટ્રસ્ટ દ્વારા મેડીકલ સાધનોની નિઃશુલ્ક સેવા, ીર્વજ્ઞાતિને રાહતદરે ચોપડા વિતરણ, વિદ્યાર્થી, વિદ્યાર્થી સન્માન સમારોહ, સહિતની પ્રવૃતિઓ કરવામાં આવતું હોવાનું યાદીમાં જણાવાયું છે.
આયોજન માટે ટ્રસ્ટનાં પ્રમુખ નિલેશભાઇ ચાવડા, ઉપપ્રમુખ જતીનભાઇ મારૂ, મંત્રી રિતેશભાઇ ટાંક, ખજાનચી સંદીપભાઇ મકવાણા, સહમંત્રિ મનોજભાઇ રાઠોડ તેમજ કારોબારી સભ્યો વિજયભાઇ રાઠોડ, વિપુલભાઇ ટાંક, હિતેષભાઇ ભાલીયા, કે.જે. ચાવડા, રાકેશભાઇ પરમાર, રાકેશભાઇ ટાંક, નિખીલભાઇ ટાંક, કિશનભાઇ સોલંકી, નરેન્દ્રભાઇ જેઠવા, ધર્મેન્દ્રભાઇ રાઠોડ, નીલેષભાઇ ચોટલીયા, કમલેશભાઇ વરૂ, જયભાઇ સોલંકી, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:22 PM IST)










