News of Thursday, 29th January 2026
વોર્ડનં.૨ ની જાગૃતિ શ્રમજીવી સોસાયટીમાં ડામર રી-કાર્પેટઃખાતમુહુર્ત

રાજકોટઃ શહેરના વોર્ડ નં.રમાં આવેલ જાગૃતિ શ્રમજીવી સોસાયટીની શેરીઓમાં ડામર રી-કાર્પેટ કામનું ખાતમુહુર્ત ૬૯-વિધાનસભા ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા તેમજ વોર્ડ નં.રના કોર્પોરેટર મીનાબા જાડેજાના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે વોર્ડ નં.રના પ્રભારી કુલદીપસિંહ જાડેજા, પ્રમુખ ભાવેશભાઈ ટોયટા, મહામંત્રી ધૈર્યભાઈ પારેખ, મહામંત્રી હર્ષવર્ધનભાઈ કહોર, વિક્રમસિંહ જાડેજા, જે.ડી ઉપાધ્યાય, અજયસિંહ જાડેજા, પુષ્પક જૈન, રાજુભાઈ ખંભાતિયા, ભરતભાઈ વીરડા, ઘનશ્યામભાઈ મકવાણા, જયશુખભાઈ પરમાર, રજણભાઈ સિંધવ, અશ્વિનભાઈ, વિજયભાઈ અગ્રાવત, ગોપાલભાઈ અગ્રાવત, હર્ષદભાઈ ડોડીયા, લીલાબા જાડેજા, દીપાબેન કાચા, જસુમતીબેન વસાણી, પલવીબેન ચૌહાણ, અમીબેન પારેખ, હિરલબેન કટારીયા, ભાનુબેન વેકરીયા, વર્ષાબેન રાવલ, નેહાબેન રાજ, જયનાબેન પરમાર તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.
(3:26 PM IST)










