<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

જંગલેશ્વરમાં ડીમોલેશન તો થશે જ : ડો.ઓમપ્રકાશ

કલેકટરની પત્રકારો સાથે સાફ વાતચીતઃ અમે તમામ લીગલ પ્રક્રિયા ફોલો કરી છેઃ તમામ પૂરાવાઓની ચકાસણી : દરેક મામલતદાર- પ્રાંત હવેથી ડાયરીમાં દબાણ અંગે ફરજીયાત નોટીંગ કરવા આદેશોઃ કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને R.O. તથા લેન્‍ડગ્રેબીંગ મીટીંગ

 

રાજકોટ તા.૨૯: રાજકોટ શહેરમાં સરકારી જમીનો પરના દબાણો હટાવવા માટે જિલ્લા વહીવટી તંત્રએ કડક વલણ અપનાવ્‍યું છે. ખાસ કરીને જંગલેશ્વર વિસ્‍તારમાં થયેલા દબાણો અંગે રાજકોટ કલેક્‍ટરે પત્રકારો સમક્ષ સાફસાફ શબ્‍દોમાં જણાવ્‍યું હતું કે તંત્ર દ્વારા તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી છે અને હવે દબાણકર્તાઓ પાસે સમય મર્યાદાનો કોઈ પ્રશ્ન રહેતો નથી, તેમણે ઉમેર્યુ હતું કે, જંગલેશ્વરમાં ડીમોલેશન તો થશે જ.

જંગલેશ્વરમાં ૨-૩ વાર નોટિસ અપાઈ જંગલેશ્વર વિસ્‍તારમાં દબાણ અંગે માહિતી આપતા કલેક્‍ટર ડો.ઓમ પ્રકાશે જણાવ્‍યું હતું કે, અહીં એકદમ ડિટેઈલમાં લીગલ પ્રક્રિયા ફોલો કરવામાં આવી છે. દબાણકર્તાઓને ૨ થી ૩ વાર નોટિસ આપવામાં આવી છે અને તેમને પુરાવા રજૂ કરવાની પૂરતી તક પણ આપવામાં આવી હતી. તમામ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ જ કલમ ૨૦૨ મુજબની નોટિસ ઈશ્‍યુ કરવામાં આવી છે.

આ સાથે જ તેમણે જણાવ્‍યું હતું કે, રાજકોટ જિલ્લાના દરેક તાલુકાઓમાં સરકારી જમીન ઉપરથી દબાણ હટાવવા માટે નોટિસો આપવાની પ્રક્રિયા ચાલી રહી છે અને દબાણ હટાવવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં રેવન્‍યુ ઓફિસર્સ ડાયરીમાં કઈ ગૌચરની અને સરકારી ખરાબાની જગ્‍યા પર દબાણ છે તે ઓટોમેટીક આઇડેન્‍ટીફાઈ થશે અને ત્‍યારબાદ દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવશે.

દરમિયાન આજે R.O. મીટીંગમાં પણ કલેકટરે કડક શબ્‍દોમાં તમામ ફાઇલોનો ઝડપી નિકાલ કરવા, ઝીરો તુમાર, દબાણો દૂર કરવા સહિતની બે ડઝન મહેસૂલી મુદાઓ અંગે સમીક્ષા કરી આદેશો આપ્‍યા હતા.

કલેકટરની R.O. મીટીંગ બાદ તેમના અધ્‍યક્ષસ્‍થાને લેન્‍ડગ્રેબીંગ કમિટીની મીટીંગ મળશે, જેમાં ૩૫ ૪૦ કેસો અંગે સૂનાવણી સમીક્ષા બાદ નિર્ણય લેવાશે, આ મીટીંગમાં ૫ થી ૬ અરજદારોને સૂનાવણી અર્થે રૂબરૂ બોલાવાયા છે.(૨.૧૫)

 

 

(3:09 PM IST)