<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th January 2026

રાજકુમાર કોલેજમાં આંતરરાષ્‍ટ્રીય રાઉન્‍ડ સ્‍ક્‍વેર પરિષદ

રાજકોટ : શહેરની ઐતિહાસિક શૈક્ષણિક સંસ્‍થા ધ રાજકુમાર કોલેજ (આર.કે.સી.) ખાતે બુધવારે આંતરરાષ્‍ટ્રીય રાઉન્‍ડ સ્‍ક્‍વેર પરિષદ-૨૦૨૬નું ઉદ્દધાટન ભાવસિંહજી હોલ ખાતે કરવામાં આવેલ. જેમાં ભારત તેમજ દુબઈ, ઓસ્‍ટ્રેલિયા અને થાઈલેન્‍ડ સહિત કુલ ૨૫ અગ્રણી શાળાઓના ૨૩૬ વિદ્યાર્થી પ્રતિનિધિઓ તથા શિક્ષકો ઉપસ્‍થિત રહ્યા હતા. પરંપરાગત સ્‍વાગતવિધિ બાદ ઇતિહાસકાર, પર્યાવરણવિદ તથા રાજકુમાર કોલેજના ગૌરવશાળી પૂર્વ વિદ્યાર્થી ડો. દિવ્‍યભાનુસિંહજી અને શાળાના પ્રિન્‍સિપાલ શ્રી યશ સક્‍સેનાએ પ્રાસંગીક વકતવ્‍ય આપેલ. સમારંભનો અંત સત્તાવાર સમૂહ ફોટોગ્રાફ સાથે કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ ઓલ ઈન્‍ડિયા આઇપીએસસી ચેમ્‍પિયન આર.કે.સી. ઓલ ગર્લ્‍સ બેન્‍ડ ટીમ દ્વારા શાળાના ક્‍વાડ્રેંગલમાં ભવ્‍ય અને શિસ્‍તબદ્ધ પ્રદર્શન રજૂ કરવામાં આવ્‍યું. ઉદ્ધાટન સમારંભ બાદ પરિષદના વાસ્‍તવિક અનુભવ આધારિત કાર્યક્રમ માટે તમામ પ્રતિનિધિઓ ગીર રાષ્‍ટ્રીય ઉદ્યાન તરફ રવાના થયા હતા. 

(3:34 PM IST)