News of Thursday, 29th January 2026
પૂર્વ ઝોન ગરીબ કલ્યાણ મેળામાં ૩૩પ અરજદારો ઉમટયા
મનપા દ્વારા શેરી ફેરિયાઓને લોન માટે બેંકોને હાજર રાખી

રાજકોટ, તા. ર૯: ‘શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫'ની ઉજવણીના ભાગ રૂપે ભારત સરકારશ્રી દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi યોજના મારફત શેરીફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ યોજના જાહેર કરવામાં આવેલ છે.
લોન માટે પડતી મુશ્કેલી ઉકેલવા તા.૨૮ ના રોજ પૂર્વ ઝોન કચેરી તા.૨૯ ના રોજ પヘમિ ઝોન કચેરી ખાતે સમય સવારે ૧૦ થી સાંજે પ કલાક સુધી લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી ગરીબ તથા પાત્ર લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મળી રહે તે હેતુસર ‘ગરીબ કલ્યાણ મેળા'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગઈકાલે પૂર્વ ઝોન કચેરી ખાતે ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૩૩૫ અરજદારોએ હાજરી આપી વિવિધ યોજનાઓનો લાભ લીધો હતો. મેળામાં ૧૧ બેંકોના સહયોગથી અરજદારોને માર્ગદર્શન તથા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
મેળા દરમિયાન કુલ ૨૭૦ અરજદારોની લોન માટે અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જ્યારે ૭ અરજદારોએ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી હતી. ઉપરાંત, ૧૧ અરજદારોને સરકારની અન્ય વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે હેતુસર તેમનું પ્રોફાઇલિંગ કરવામાં આવ્યું હતું. તેમ મેયર નયનાબેન, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષનેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઇ રાડીયા તથા શિશુ કલ્યાણ અને ખાસ ગ્રાન્ટ સમિતિ ચેરમેન દીલીપભાઇ લુણાગરીયાની યાદી જણાવે છે.
(3:40 PM IST)










