News of Thursday, 29th January 2026
હત્યાના ગુનામાં જેલમાંથી પેરોલ જંપ કરનાર રણજીત પકડાયો
ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ મોહીલરાજસિંહ ગોહિલ, અર્જુનભાઇ ડવ અને કોન્સ ગોપાલભાઇ પાટીલ તથા મયુરરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટ, તા. ર૯: મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પર ગયા બાદ ફરાર કેદીને ક્રાઇમ બ્રાંચની ટીમે રાજકોટમાંથી ઝડપી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ જંપ કરનારા કેદીઓને પકડી પાડવા માટે પોલીસ કમીશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન. પરમાર સ્ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્યારે હે કોન્સ. મોહીલરાજસિંહ ગોહિલ, અર્જુનભાઇ ડવ અને કોન્સ. ગોપાલભાઇ પાટીલ તથા મયુરરાજસિંહ ને બાતમી મળતા જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદી રણજીત લાભુભાઇ પરમાર (ઉ.વ. રર) (રહે. વાવડી વાળા કવાર્ટર બ્લોક નં. ૩૪/૬૦૬ સાધુવાસવાણી રોડ) ને રાજકોટમાંથી પકડી લઇ જેલ હવાલે કર્યો હતો. આ કેદી યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાયેલા ખુનના ગુન્હામાં જેલમાં હતો તે પેરોલ રજા ઉપર ગયા બાદ હાજર ન થતા ફરાર થઇ ગયો હતો.
આ કામગીરી પીએસઆઇ એ.એન. પરમાર, હેડ કોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, જયદેવસિંહ પરમાર, મોહીલરાજસિંહ ગોહીલ, અર્જુનભાઇ ડવ, કોન્સ. મયુરસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ દ્વારા કરવામાં આવી હતી.
(3:57 PM IST)










