<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

સ્‍ટીલ ઉત્‍પાદન ક્ષેત્રે સૌરાષ્‍ટ્ર અને રાજકોટ શું કરી શકે? : સાંજે આર.પી.જે. હોટલમાં ગ્રાહક સભા

આર.આઇ.એન.એલ.ના વાણીજય વિભાગના ડીરેકટર જીવીએન પ્રસાદજી માર્ગદર્શન આપશે

રાજકોટ તા. ૩૦ : દેશના હિતમાં ઇમ્‍પોર્ટ થતી સ્‍ટીલની આયાત ઓછી થાય તેના માટે નવા ઉત્‍પાદનો ઉમેરવા માટે સૌરાષ્‍ટ્રના ઉદ્યોગકારોને જરૂરિયાતનું સ્‍ટીલ સારી ગુણવતાવાળું ભારત સરકાર દ્વારા સ્‍થાપિત રાષ્‍ટ્રીય ઇસપાત નિગમ લી. વિશાખાપટનમ દ્વારા ઉત્‍પાદન થાય તે માટેના સરસ પ્રયાસો ચાલી રહ્યા છે. ત્‍યારે ગ્રાહક અને ઉદ્યોગકારો વચ્‍ચે તંદુરસ્‍ત ચર્ચા થાય તે હેતુથી આજે તા. ૩૦ ના શુક્રવારે સાંજે ૬.૩૦ વાગ્‍યે હોટલ આરપીજે રાજકોટ ખાતે ગ્રાહક સભાનું આયોજન કરાયુ છે. પબ્‍લીક સેકટર યુનિટ ગવર્મેન્‍ટ ઓફ ઇન્‍ડિયા અંતર્ગત રાષ્‍ટ્રીય ઇસ્‍પાત નિગમ લી., વિઝાગ સ્‍ટીલ દ્વારા યોજાયેલ આ ગ્રાહક સભામાં આર.આઇ.એન.એલ.ના ડીરેકટર વાણિજયક જીવીએન પ્રસાદજી વિશેષ ઉપસ્‍થિત રહી માર્ગદર્શન પુરૂ પાડશે. તેમ સીનીયર બી.એમ. આનંદ કે. (મો.૯૬૯૪૦ ૧૧૧૭૭)ની યાદીમાં જણાવાયુ છે.

(12:10 PM IST)