<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

વિદેશી દારૂના દરોડાઃ ત્રણ સ્‍થળેથી રૂા.ર.૯૧ લાખના દારૂ-બીયર સાથે ચાર પકડાયા

યુનિવર્સિટી, આજીડેમ અને પીસીબીની ટીમે અરબાઝ શેખ, અશોક માનસરા અને વનરાજ તથા રામજી ઉર્ફે રામો સોલંકીને દબોચ્‍યા

રાજકોટ, તા. ૩૦: શહેરના અલગ અલગ ત્રણ વિસ્‍તારમાં યુનિવર્સિટી, આજીડેમ અને પીસીબી પોલીસની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ર.૯૧ લાખની કિંમતના દારૂ-બીયરના જથ્‍થા સાથે ચાર શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ પુષ્‍કરધામ મેઇન રોડ પર આવેલા આર.એમ.સી. આવાસ યોજનાના કવાર્ટરમાં વિદેશી દારૂનો જથ્‍થો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના કોન્‍સ દિવ્‍યરાજસિંહ જાડેજા, તથા પ્રાદિત્‍યસિંહ ઝાલાને બાતમી મળતા પુષ્‍કરધામ મેઇન રોડ આર.એમ.સી. આવાસ યોજનાના કવાર્ટર નં. ૧૭૯૩ માં દરોડો પાડી રૂા. ૮૬,૪૦૦ ની કિંમતના વિદેશી દારૂના ર૮૮ ચપલા સાથે અરબાજ ભકીરભાઇ શેખ (રહે. આવાસ યોજના કવાર્ટર નં. ૧૭૯૩) ને પકડી લીધો હતો.

આ કામગીરી પી.આઇ. એચ.એન. પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.જી. ડોડીયા, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડ કોન્‍સ વિરદેવસિંહ જાડેજા, વિજુભા જાડેજા, મહીપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, ગોપાલસિંહ જાડેજા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ, પ્રવિણભાઇ જતાપરા, દિવ્‍યરાજસિંહ, પ્રાદિત્‍યસિંહ ઝાલા, મહીલા કોન્‍સ. ધારાબેન મેઘાણી દ્વારા કરવામાં આવી હતી.

બીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ પી.એ. ચિરોડીયા તથા કોન્‍સ મહેશભાઇ કોઠીવાળ સહિતના સ્‍ટાફે પેટ્રોલિંગ દરમ્‍યાન બાતમીના આધારે કોઠારિયા ગામ પાસે દરોડો પાડી ઇકો કારમાંથી રૂા. ૭૪૮૮ ની કિંમતની ર૮ બોટલ સાથે અશોક ગોગનભાઇ માનસરા (ઉ.વ. ૪૮) (રહે. મારૂતી હાઇટસ એપાર્ટમેન્‍ટ કોઠારીયા ગામ) ને પકડી લઇ દારૂ તથા ઇકો કાર મળી રૂા. ૧,પ૭,૪૮૮ નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

ત્રીજા દરોડામાં મધરવાડા નજીક વિદેશી દારૂ ભરેલી સ્‍કોર્પીયો નિકળવાની હોવાની પીસીબીના હેડ કો. કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા અને કોન્‍સ. યુવરાજસિંહ રાણાને બાતમી મળતા મધરવાડા ગામ પાસે પાણીના સંપની સામેથી સ્‍કોર્પીયોમાંથી રૂા. ૪૭,પર૦ ની કિંમતના ર૧૬ બીયરના ટીન સાથે નવાગામ છાપનીયા કવાર્ટરમાં રહેતો વનરાજ આંબાભાઇ પરબતાણી (ઉ.વ.રપ), કુવાડવા ગામ આંબલીયા વાળી શેરીમાં રહેતો રામજી ઉર્ફે રામો બાલાભાઇ સોલંકી (ઉ.વ.૩૪) ને પકડી લઇ બીયરના ટીન તથા સ્‍કોર્પીયો મળી રૂા. ૭,૪૭,પર૦ નો મુદામાલ કબ્‍જે કર્યો હતો. જયારે બેડી ગામના સુરેશ ઉર્ફે ભીમો કાનજીભાઇ પંચાસરાની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પીસીબીના ઇન્‍ચાર્જ પી. આઇ. એમ. આર. ગોંડલીયા, એમ. જે. હુણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી. ત્રાજીયા, આર. કે. જાડેજા, એ. એસ. આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, હેડ કો. કિરતસિંહ ઝાલા, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્‍વામી, કો. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્‍દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી. 

 

(2:56 PM IST)