હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th January 2026
મનહરપરામાં સેફટી ટેન્કના ભુંગળા પ્રશ્ને પાડોશીની મારામારીઃ બેને ઇજા
મુમતાઝબેન ખીરા અને કાનજી કારેઠા સારવારમાં

રાજકોટ તા. ૩૦: શહેરના ભાવનગર રોડ ફાયર બ્રિગેડ પાસે મનહરપરા શેરી નં. ૫માં રહેતાં મુમતાઝબેન હુશેનભાઇ ખીરા (ઉ.વ.૪૨) પર પાડોશમાં રહેતાં બાલા નાગજીભાઇ ભરવાડ, કાનાભાઇ, મનુબેન સહિતે લોખંડના પાઇપથી હુમલો કરી માર મારતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. મુમતાઝબેને કહ્યું હતું કે અમે અમારા ઘરની સેફટી ટેન્કનું ભુંગળુ નજીકના સરકારી ખરાબા તરફ કાઢયું હોઇ આ બાબતે પાડોશીઓએ ઝઘડો કરી માથાકુટ કરી હતી અને હુમલો કર્યો હતો.
આ બનાવમાં સામા પક્ષે મનહરપરાના કાનજી કલાભાઇ કારેઠા (ઉ.વ.૨૦) પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે પોતાના પર કાસમ, હુશેનભાઇ, આમીન સહિતે પાઇપથી હુમલો કર્યાનું કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે બંને એન્ટ્રી થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
(3:09 PM IST)










