<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th January 2026

લગ્ન પ્રસંગે ચકલીના માળાનું વિતરણ

તસવીરમાં વી. ડી. બાલા સાથે વાઘાણી પરિવારના રસિકભાઇ, જયાબેન, સેજલબેન, વસંતબેન, સંગીતાબેન નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૩૦: ચિ. રસીકભાઇ નાજુભાઇ વાઘાણી (રાજકોટ) ના શુભ લગ્ન તારીખ ૦પ/૦ર/ર૦ર૬ના રોજ છે, રસીકભાઇ ‘‘વાઘાણી નર્સરી''ના માલિક છે. તેઓ નવરંગ નેચર કલબના આજીવન સભ્‍ય છે અને સૌરાષ્‍ટ્રમાં વિવિધ શહેરોમાં ભરાતી નવરંગ નેચર કલબની ખેડૂતહાટમાં પોતાના ફૂલછોડનું વ્‍યાજબી ભાવે વિતરણ કરે છે.

તેના લગ્ન પ્રસંગે ર૦૦૦ પૂંઠાના ચકલીઘરનું વિનામૂલ્‍યે વિતરણ તેઓ કરવાના છે અને આગામી ચોમાસા (વર્ષ ર૦ર૬) માં નવરંગ કલબના માધ્‍યમથી ગ્રામ્‍ય વિસ્‍તારમાં કુલ ૧૦ ગામની અંદર ૧ ગામમાં ૧૦૦૦ રોપા લેખે કુલ ૧૦,૦૦૦ કલમી ફળાઉ રોપા (આંબા, ચીકુ, જામફળી, સિતફળી)નું રાહત દરે વિતરણ કરશે, આ વિતરણ માટે તેઓ નવરંગ નેચર કલબને ૧,૦૦,૦૦૦/-નું અનુદાન આપશે, ઉપરાંત સૌરાષ્‍ટ્રના ૧૦ તાલુકા મથકમાં ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.

સાદાઇથી લગ્ન કરી બચાવેલ પૈસા પર્યાવરણ જાળવણી માટે વાપરવાનો સંકલ્‍પ લેનાર ચિ. રસીકભાઇ ને ખૂબ ખૂબ શુભેચ્‍છા   નવરંગ   કલબે   પાઠવી છે. 

 

(3:17 PM IST)