News of Friday, 30th January 2026
રાજકોટમાંથી અપહત ૧૭ વર્ષની સગીરા થાનમાંથી મળી આવી

રાજકોટ, તા. ૩૦: શહેરના કાલાવડ રોડ પરના વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ નોંધતા એન્ટી હયુમન ટ્રાફિકીંગની ટીમે સગીરાને થાન માંથી શોધી કાઢી હતી.
કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાને અજાણ્યો શખ્સ ભગાડી જતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નો઼ધાઇ હતી. આ અપહરણના ગુનામાં એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટના પી.આઇ. બી.એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ હરસુખભાઇ વાછાણી, જીજ્ઞેશભાઇ મારૂ અને કોન્સ હસમુખભાઇ બાલધા સહીતે એનાલીસીસ કરી સગીરા થાન પાસે હોવાની માહિતી મળતા પોલીસે સગીરાને થાનથી શોધી કાઢી હતી. આ કામગીરી પી.એસ.આઇ. બી.વી. ચુડાસમા, એ.એસ.આઇ. અજયભાઇ શુકલા, હેડ કોન્સ જીગ્રેશભાઇ આર. મારૂ, હરસુખભાઇ વાછાણી, મહમદઆરીફ અંસારી, કોન્સ. હસમુખભાઇ બાલઘા, મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ, મહીલા લોક રક્ષક જયોતીબેન બાબરીયા, સુર્યકાંતભાઇ દ્વારા કરવામાં આવી હતી.
(3:23 PM IST)










