<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

ગોલ્‍ડન ગર્લ માનસી જયેશભાઇ ગાંધી : ફિઝીયોથેરાપી માસ્‍ટરમાં ડિસ્‍ટીંકશન સાથે યુનિવર્સીટી ફર્સ્‍ટ

મેડલ પણ ગોલ્‍ડ અને મહેનત પણ ગોલ્‍ડ : માનસીની આ સિદ્ધિ એ સાબિત કરે છે કે જો અતૂટ મહેનત અને સ્‍પષ્‍ટ લક્ષ્ય હોય તો સફળતાના શિખરો આપોઆપ નમી જાય છે, તેઓ કથ્‍થક નૃત્‍યમાં પણ પારંગત છે

રાજકોટ : જયેશભાઇ ગાંધીના આંગણે આજે ખુશીઓનો ગુલાલ ઉડયો છે. દિકરી માનસી એ ગોલ્‍ડ જીતીને સાબિત કરી દીધું છે કે, સાચી લગન કયારેય એળે જતી નથી.

માનસી માસ્‍ટર ઇન ફીઝીયોથેરાપી (એમપીટી)માં ડીસ્‍ટીંકશન સાથે સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં ટોપર બન્‍યા છે, યુનિવર્સીટી ફર્સ્‍ટ આવ્‍યા છે. તોઓ શ્રી કે. કે. શેઠ ફીઝીયોથેરાપી કોલેજમાં અભ્‍યાસ કરે છે. તેમણે બેચલર ઇન ફીઝીયોથેરાપી (બીપીટી)માં પણ સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી ફર્સ્‍ટ આવી મોટી સિદ્ધિ મેળવી હતી.

તેઓ અભ્‍યાસની સાથોસાથ ઇતર પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર છે. કથ્‍થક નૃત્‍યના શિક્ષક છે. તેમણે અખિલ ભારતીય બોર્ડમાં અલંકારની પદવી મેળવી છે. તેઓ નટવરી નૃત્‍યમાલાના ગુરૂ શ્રી હર્ષાબેન ઠક્કરના માર્ગદર્શનમાં સેવા આપી રહ્યા છે.

માનસી ગાંધીને પરિવારજનો, સગાસબંધીઓ, સ્‍નેહીજનો તરફથી શુભેચ્‍છાઓ મળી રહી છે. (૩૬.ર)

 

જય વિશ્વકર્મા દાદા : સૃષ્‍ટિના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા પ્રભુજીની આજે જન્‍મજયંતિછે. લુહાર, સુથાર, કડીયા, કુંભાર સહિત કલાકારીગરી વર્ગના ઇષ્‍ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીના જન્‍મોત્‍સવને વધાવવા ઠેરઠેર પૂજન-અર્ચન અને રથયાત્રા સહિતના આયોજનો થયા છે. રાજકોટમાં દિવાનપરા ખડપીઠ ખાતે આવેલ પૌરાણીક શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરે આજે વિશેષ પૂજાપાઠ અને આરતી સહિતના આયોજનો થયા છે. સવારથી જ દર્શન માટે લાંબી કતારો લાગી હતી. જે તસ્‍વીરમાં નિહાળી શકાય છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

 

(3:50 PM IST)