<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st January 2026

જય વિશ્વકર્મા દાદા

સૃષ્‍ટિના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા પ્રભુજીની આજે જન્‍મજયંતિછે. લુહાર, સુથાર, કડીયા, કુંભાર સહિત કલાકારીગરી વર્ગના ઇષ્‍ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીના જન્‍મોત્‍સવને વધાવવા ઠેરઠેર પૂજન-અર્ચન અને રથયાત્રા સહિતના આયોજનો થયા છે. રાજકોટમાં દિવાનપરા ખડપીઠ ખાતે આવેલ પૌરાણીક શ્રી વિશ્વકર્મા દાદાના મંદિરે આજે વિશેષ પૂજાપાઠ અને આરતી સહિતના આયોજનો થયા છે. સવારથી જ દર્શન માટે લાંબી કતારો લાગી હતી. જે તસ્‍વીરમાં નિહાળી શકાય છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(2:26 PM IST)