News of Saturday, 31st January 2026
વોર્ડ નં.૧૧માં બ્લોક નંખાશે ગાર્ડન બનાવાશે

રાજકોટ :મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૧માં આવેલ ૧) સાનિધ્ય બંગલો તેમજ અન્ય જગ્યાએ બ્લોક નાખવાનું કામ (અંદાજિત રકમ રૂ.૪.૧૩ કરોડ), ૨) સાવન ચોક પાસે આવેલ ગાર્ડન બનાવવાના કામનું (અંદાજિત રકમ રૂ.૧.૦૨ કરોડ) ખાતમુહૂર્ત ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના વરદ્દહસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શહેર ભાજપ મંત્રી ભરતભાઈ શિંગાળા, કોર્પોરેટર ભારતીબેન પાડલીયા, વિનોદભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, પ્રમુખ હિરેનભાઈ મુંગપરા, મહામંત્રી વિનોદભાઈ ઇસોટીયા, મૂળુભાઈ ઓડેદરા, વોર્ડ નં.૧૩ પ્રભારી પ્રવિણભાઈ પાદ્યડાર, વોર્ડ પૂર્વ પ્રમુખ મહેશભાઈ પીપળીયા, આનંદસિંહ ઠાકુર, અંકુરભાઈ ધામેલીયા, ભાસ્કરભાઈ જસાણી, રસિકભાઈ મુંગરા, ધર્મેશભાઈ સોલંકી, વેલભાઈ ગમારા, રાજુભાઈ ડાંગરીયા, હિતેશભાઈ મુંગરા, જેન્તીભાઈ મેદ્યાણી, નરેશભાઈ ત્રાડા, વિનોદભાઈ લાલકીયા, નીખીલભાઈ શિશાંગીયા, ભાવેશભાઈ વેકરીયા, નિકુંજભાઈ સાવલીયા, બાવનજીભાઈ કોઠીયા, પરસોતમભાઈ કાલાવડીયા, રામજીભાઈ વસોયા, હિયાજી ઈડા, રાધિકાબેન ગીણોયા, રવજીભાઈ મારવીયા, પ્રશાંતભાઈ વાગડીયા, દ્યનશ્યામભાઈ ગધેસરીયા, નટવરલાલ પોકીયા, સવદાસભાઈ ચોવટીયા તેમજ બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહેલ.
(2:30 PM IST)










