News of Saturday, 31st January 2026
ન્યુ સર્વોદય સોસાયટીમાં મકાનમાં તીનપતી રમતા ચાર પકડાયા
પીસીબીની ટીમના હેડ કોન્સ. વિજયભાઇ મેતા અને કુલદિપસિંહ જાડેજાની બાતમીઃ રૂા.ર૯ હજારની મતા કબજે

રાજકોટઃ તા.૩૧,થોરાળામાં આવેલ ન્યુ સર્વોદય સોસાયટીમાં એક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા પીસીબીની ટીમે દરોડો પાડી તેનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ ન્યુ સર્વોદય સોસાયટીમાં એક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની પીસીબીના હેડ કોન્સ. વિજયભાઇ મેતા અને કુલદિપસિંહ જાડેજાને બાતમી મળતા પી.એસ.આઇ.,પી.બી. ત્રાજીયા, હેડ કોન્સ. વિજયભાઇ મેતા તથા કુલદિપસિંહ જાડેજા તથા કોન્સ. યુવરાજસિંહ રાણા સહિતના સ્ટાફે દરોડો પાડી ન્યુ સર્વોદય સોસાયટી શેરી નં. ૬ માં એક મકાનમાં દરોડો પાડી તીતપતીનો જુગાર રમતા મકાન માલિક કિરણભાઇ અમુભાઇ ડાભી તથા નવા થોરાળા વણકરવાસ શેરી નં.૮ ના ભરત લાલજીભાઇ પરમાર તથા થોરાળા વિનોદનગર શેરી નં. ૧ ના વિનય મોહનભાઇ બથવાર અને સની મણીલાલ ભાઇ ઝાલાને પકડી લઇ રૂા.૨૯૪૬૦ ની રોકડ કબજે કરી કાર્યવાહી કરી હતી.
(2:47 PM IST)










