News of Tuesday, 3rd February 2026
સનસાઈન ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સ દ્વારા પ્રી-સ્કૂલ એવોર્ડ સમારોહ યોજાયો

તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ સનસાઈન કોલેજ દ્વારા પ્રી-સ્કૂલ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટના ૮૦થી વધારે પ્રી-સ્કૂલ, પ્લેગ્રુપના ઓનર્સ, ટ્રસ્ટીઓને તેમના કાર્ય બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રી-સ્કૂલ અથવા પ્લેગ્રુપમાં વિદ્યાર્થીઓના શિક્ષણનો પાયો નાખવામાં આવે છે. બાળકના જીવનનું ઘડતર કરવામાં આવે છે. તેઓના આ પ્રયત્નો માટે તેઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા.સનસાઇન ગ્રુપ દ્વારા આ ઉપરાંત પહેલા શાળા અને કોલેજોના પ્રિન્સિપાલશ્રીઓને અને કોર્પોરેટમાંથી એચ.આર. મેનેજરને પણ એવોર્ડસ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ડો. ઈકબાલ સમા, રીજનલ હેડ, ગુજરાત આગાખાન એજ્યુકેશનલ સર્વિસ અને શ્રી મિલન દોશી, પ્રેસિડન્ટ, પ્રી-સ્કૂલ એસોસિએશન રાજકોટ મુખ્ય અતિથિ તરીકે અને શ્રી ચિરાગ સાકરીયા ફાઉન્ડર, કોરકમિટી મેમ્બર, પ્રી-સ્કૂલ એસોસીએશન, રાજકોટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોએ પ્રસંગિક પ્રવચન આપી સનસાઇન ગ્રુપના આ પ્રયત્નને બિરદાવ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા સનસાઇન ગ્રુપના ડિરેક્ટર ડો. પ્રો. વિકાસ અરોરા ના માર્ગદર્શન હેઠળ, ડો.પ્રતીક પાંઉ, અને ડો. કોમલ પટેલ તથા પ્રો. આશીતા સવસાણી સહિતના તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટના ડો.પ્રતીક પાંઉ, અને ડો. કોમલ પટેલે કર્યું હતું. સંસ્થાના ચેરમેન શ્રી મિનેશ માથુરએ સમગ્ર ટીમને અભિનંદન અને પ્રી-સ્કૂલના ટ્રસ્ટીઓને શુભેચ્છાઓ આપી બીરદાવ્યા હોવાનું સંસ્થાની યાદીમાં જણાવ્યું છે.
(2:49 PM IST)










