News of Tuesday, 3rd February 2026
શિવ રથયાત્રા નિમિતે ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન
૧૫મીએ કમલેશ્વર મંદિરેથી પ્રસ્થાન અને ચૌધરી હાઇસ્કૂલ મેદાન ખાતે સમાપન : તડામાર તૈયારીઓ શરૂ

રાજકોટ તા. ૩ : આગામી તા.૧૫ ના મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિતે રાજકોટમાં ભવ્ય શિવરથયાત્રાનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શિવરથયાત્રા સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાના કાર્યક્રમોના ભાગ રૂપે રાજકોટ શહેરને ભગવામય બનાવવાના ઉદેશથી ધ્વજારોહણ વિધિનો કાર્યક્રમ ભક્તિનગર સર્કલ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
જેમાં અતિથિ વિશેષ તરીકે પૂ.હસુગિરિબાપુ ફુલગીરી ત્રિભુવનગીરી ગોસ્વામી, પ્રવીણભારથી ગોસ્વામી (પી.ડી.), રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), નિલેશભાઈ જલુ રામદેવપુરી ગોસ્વામી, કિશનભાઈ ટીલવા, કુલદીપસિંહ જાડેજા, વસંતપુરી ગોસ્વામી, એસ.એસ. ગોસાઈ, વિનોદભારથી ગોસ્વામી, વિપુલગીરી પી. ગોસ્વામી, આશિષભારથી ગોસ્વામી, અંકિતગીરી ગોસ્વામી. ડી.પુરીબાપુ, મનીષગીરી ગોસ્વામી, જીજ્ઞેશઅદા શાષાીજી, હર્ષદગીરીબાપુ ગોસ્વામી, કેતનભાઈ મેર, મિતભાઈ પાદરીયા, શુભમભાઈ લાડવા, વિલાશગિરિબાપુ સોમગીરીબાપુ વિગેરે તેમજ શિવ રથયાત્રા સમિતિના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધ્વજારોહણ કર્યા બાદ રાજકોટ શહેરને ૪૦ ફૂટ ઊંચા ભગવા ધ્વજ લગાવીને આખા રાજકોટ શહેરના મુખ્ય સર્કલ તેમજ રથયાત્રા રૂટ ને શણગારવામાં આવશે. આ વખતેની ૧૪મી સનાતન હિન્દુ ધર્મ શિવાસ્થયાત્રાના અધ્યક્ષપદે ગોપાલ ગૌશાળા ખેરડીના શ્રી પ્રકાશગિરી રમેશગિરી ગોસ્વામી રહેશે.
આગામી તા.૧૫ ને રવિવારના રાજકોટના રાજમાર્ગો પર બપોરે ૨ વાગ્યાથી સનાતન હિંદુ ધર્મની શિવ રથયાત્રા રંગે ચંગે નિકળશે.
રથયાત્રામાં દરેક શિવભક્તોને રૂદ્રાક્ષના પારાઓનુ પ્રસાદીરૂપે વિતરણ કરવામાં આવશે. આ રૂદ્રાક્ષના પારાઓનું રાજકોટના સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિરે રુદ્ર અભિષેક રવિવારના શિવ રથયાત્રા સમિતિના ગૌતમગિરી, ભાવેશગીરી, ધર્મેન્દ્રગીરી, અજયવન હિતેશભારતી, ગૌરવભારતી સુરેશગિરી, ઋષિતગિરી, કૈલાશગીરી, યુગગિરી, સાવનગીરી, હાર્દિકભાઈ વગેરે દ્વારા રામનાથદાદાના સાનિધ્યમા કરવામાં આવ્યો હતો.
તા.૧૫ના બપોરે ર.૩૦ વાગ્યે આ રથયાત્રા શ્રી કમલેશ્વર મહાદેવ, કોઠારીયા રોડ સુતેલા હનુમાન મંદીર ખાતેથી પ્રસ્થાન થશે. બાદમાં સોરઠીયા સર્કલ, ભક્તિનગર સર્કલ, ધારેશ્વર મહાદેવ મંદિર, બોમ્બે હોટલ, ગોંડલ રોડ સૂર્યકાંત હોટલ, માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, રામકળષ્ણ આશ્રમ, જાગનાથ મંદિર, જિલ્લા પંચાયત ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, પંચનાથ મંદિર, સદર બજાર, જુબેલી ચોક, આરડીસી બેંક, થઇ ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે મહાઆરતી તેમજ મહાપ્રસાદ બાદ સમાપન થશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા શિવ રથયાત્રા સમિતિના સર્વશ્રી અજયવન રમેશવન, જીજ્ઞેશગિરિ જયંત ગિરિ, મહેશગિરિ શંભુગિરિ, પ્રવિણભારથી ધરમભારથી, અશ્વિનગિરિ હિરાગિરિ, વિનોદભારથી સજીવનભારથી, કાળુબાપુ (રેલનગર), હશુગિરિબાપુ (ભગવા ગ્રુપ), રાજેશગિરિ ગોસ્વામી, મનુભારથી, દિનેશપુરી, વિજયભારથી ભીખુભારથી નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:57 PM IST)










