<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

માર્ચમાં ર૧ કુંડી વિષ્‍ણુગોપાલ યજ્ઞ-શ્રીમદ્દ ભાગવત ગીતા

અંબિકા ટાઉનશીપ પાસે આવેલ સાનિધ્‍ય હવેલીના પાટોત્‍સવ મહોત્‍સવ અંતર્ગત પાંચ દિવસીય કાર્યક્રમો પૂ. દર્શનકુમાર શાષાીજી કથાનું રસપાન કરાવશેઃ યજ્ઞમાં બેસવા નામ નોંધણી શરૂ

રાજકોટઃ જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશિપ પાસે આવેલ સાનિધ્‍ય હવેલીના પાટોત્‍સવ-મહોત્‍સવ રર-માર્ચ થી ૨૬-માર્ચ અંતર્ગત પાંચ દિવસીય કાર્યક્રમો, વિવિધ મનોરથ, વધાઈ કિર્તન તથા આ વિસ્‍તારમાં સૌ-પ્રથમવાર ૨૧-કુંડી વિષ્‍ણુગોપાલ યજ્ઞનું ભવ્‍ય અને દિવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

અખંડભુમંડલાચાર્યશ્રી ભાગવતભૂષણ પ્રકાશનપરાયણ વિદ્યાવાકવાચસ્‍પતિ શ્રીમદ વલ્લભાચાર્યજીની અસીમ કળપાથી શ્રી વલ્લભકુળ શિરોમણી ની.લી.પૂ.પા.ગો. ૧૦૦૮ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રી (ચોપાસની, જુનાગઢ) તેમજ ની.લી.પૂ.પા. ગો ૧૦૦૮ શ્રી મુરલીઘરલાલજી, શ્રી ગોવર્ધનેશજી મહારાજશ્રી (વેરાવળ, પોરબંદર) તેમજ ની.લી.અ.સી.શ્રી કોકિલા બેટીજી તથા શ્રી બ્રિજેશ લાલાજી (રાજકોટ, જામજોધપુર, કોકિલા વન-સમાણા)ના શુભાશીષ તેમજ ની.લી.પૂ.પા.ગો. ૧૦૦૮ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજશ્રીના બેટીજી અ.સૌ. શ્રી મુરલીકાબેટીજી તથા શ્રી નિતેષલાલાજીને ત્‍યાં સાનિધ્‍ય હવેલી જીવરાજપાર્કમા બિરાજી રહેલા શ્રી મદનમોહન પ્રભુ શ્રી બાલકળષ્‍ણલાલ પ્રભુના પાટોત્‍સવ - મહોત્‍સવ તા.રર-૦૩-૨૦૨૭, રવિવાર (ચૈત્ર સુદ-૪) થી તા.૨૬-૦૩-૨૦૨૬, ગુરૂવાર (ચૈત્ર સુદ-૮) સુધી નિર્ધારીતથયેલ છે. જેમાં દર વખતની જેમ શ્રી પ્રભુના વિવિધ મનોરથનું પાંચ દિવસીય આયોજન થયેલ છે.

મહોત્‍સવ અંતર્ગતશ્રીમદ્‌ ભાગવત ગીતા પર વિરપુરવાળા વિદ્વાન શ્રી દર્શનકુમાર શાષાીજી કથા રસપાન દરરોજ સાંજના ૪:૩૦ થી ૦૭:૩૦ તેમજ દિવસ દરમિયાન દરરોજ સવારના ૦૮ થી ૧૦  તથા ૧૦ થી ૧૨ તેમજ બપોરના ૦૨:૩૦ થી ૦૪:૩૦ સુધી ૨૧-કુંડી‘શ્રી વિષ્‍ણુગોપાલ મહાયજ્ઞ' થશે. ભાવિકજનો આ વિષ્‍ણુગોપાલ યજ્ઞમાં ન્‍યૂનતમ ન્‍યીછાવરમાં બેસી શકશે.

શ્રી વિષ્‍ણુગોપાલ યજ્ઞ શાળાની પરિક્રમા માર્ગ ખુલ્લો રહેશે. મહોત્‍સવ દરમ્‍યાન વિવિધ મનોસ્‍થ દર્શન, છાકનો મનોરથ, કુંજવાડો, કુલ મંડળી વગેરે દર્શન તેમજ રાત્રિના ક્રમમાં વધાઈ કિર્તન તેમજ રાસ તેમન વિવિધ કાર્યક્રમો યોજાએલ છે.

મહોત્‍સવ દરમ્‍યાન સ્‍થાનિક તેમજ બહારગામ થી આવેલ ગોસ્‍વામી બાલકોના વચનામળત થશે. શ્રી વિષ્‍ણુગોપાલ યજ્ઞ માં બેસી શકે તે માટે ન્‍યોછાવર માત્ર રૂા.૧૫૦૧/- રાખેલ છે.

વિષ્‍ણુગોપાલ મજ્ઞમાં બેસવા માટે,(૧) શ્રી સાનિધ્‍ય હવેલી જીવરાજ પાર્ક, કીરીટભાઈ પટેલ મો. ૯૪૨૯૬ ૨૫૭૫૬, સામજીભાઇ પટેલ  ૯૪૨૮૦ ૩પપ૯૧, અરવિંદભાઈ કળશી મો.૯૪૨૬૩ ફર૯૩૬,વલ્લભભાઈ રામાણી - ૯૪૨૯૫ ૭૦૬૫૧,(ર) મારુતિ નંદન કોમ્‍પલેક્ષ, આશાપુરા મેઈન રોડ, ૪૯-પ્રહલાદ પ્‍લોટ, કોર્નર અરવિંદભાઈ પાટડીયા મો. ૭૦૧૬૪  પર૬૧૧, હસુભાઈ મો. ૯૮૨૪૨ ૨૪૩૮૩, કિશોરભાઈ મો. ૯૦૯૯૬ પ૬૫૦૫,(૩)  નંદગોપાલ ભારત ગેસ એજેન્‍સી - ૧૫ નં. સ્‍કૂલ સામે-૧૦, રણછોડનગર,   અશ્વિનભાઈ વિઠ્ઠલાણી-૯૯૧૩૬ ૦૨૭૬૩,અરવિંદભાઈ ભેંસાણીયા- ૯૩૭૪૫ ૭૧૪૦૦,છગનભાઈ પાનસૂરીયા - ૭૦૬૯૮ ૯૭૨૯૯

મહોત્‍સવ સ્‍થળઃ‘બરસાના ધામ' નવજીવન પાર્ટી પ્‍લોટ, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ પાસે,આરપીએસ  સ્‍કુલ સામે, રાજકોટ.

તસ્‍વીરમાં અરવિંદભાઇ પાટડીયા, કીરીટભાઇ રોજીવાડીયા, શામજીભાઇ વાંસઝાળીયા, અરવિંદભાઇ કળશી, વિઠલભાઇ ગોર, જયસુખભાઇ ગોર, ભનુભાઇ ફળદુ, મગનભાઇ પટેલ, કિશોરભાઇ મણાવદરીયા, જયશ્રીબેન ડેડાણીયા, હિનાબેન પટેલ, છગનભાઇ પાનસૂરીયા, અનિલાબેન પાઉં, સોનલબેન સોમૈયા, રોનકબેન પારેખ, હીનાબેન પોપટ, ગીતાબેન રાજા, જાગૃતિબેન ખીમાણી, અવનીબેન બગડાઇ, શિતલબેન સોની નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:48 PM IST)