<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

‘સ્‍વનારી સેતુ' વિવિધ મહિલા પ્રતિભાઓનું એકતા મંચઃ બહેનોને માત્ર જોડવાનો નહીં,પરંતુ તેમની ઓળખને વધુ મજબૂત બનાવવાનો ધ્‍યેય

 

રાજકોટ તા.૩:  ‘સપનાઓને પાંખ, હિંમતને આકાર,સંકલ્‍પથી સજે જીવનનો શણગાર,એકતામાં શક્‍તિ, વિશ્વાસમાં ઉજાસ, સ્‍વનારી સેતુ  સફળતાનો વિકાસ..' ‘સ્‍વનારી સેતુ' એ એવો અનોખો મંચ છે જ્‍યાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની અલગ ઓળખ બનાવનાર બહેનો એક સાથે જોડાઈને નવા ઇતિહાસની રચના કરી રહયા છે.આ મંચ સાથે આજે બિઝનેસવુમન, પ્રોફેશનલ્‍સ, શિક્ષિકાઓ, કલાકાર, ડિઝાઇનર, હસ્‍તકલા નિષ્‍ણાતો, સમાજસેવિકાઓ અને ઉદ્યોગસાહસિક બહેનો દરેક પોતાની અલગ પ્રતિભા અને અનુભવો સાથે સક્રિય રીતે જોડાયેલ છે. અહીં દરેક બહેન માત્ર સભ્‍ય નથી,પરંતુ એક પ્રેરણાષાોત છે.જે બીજા બહેનોને આગળ વધવાની શક્‍તિ આપે છે.‘સ્‍વનારી સેતુ' દ્વારા સર્જનાત્‍મકતા, નેતળત્‍વ અને આત્‍મવિશ્વાસને એક નવી ઊંચાઈ આપવામાં આવી રહી છે.

‘સ્‍વનારી સેતુ' સંસ્‍થાના પ્રથમ કાર્યક્રમ રૂપે જાણીતા કલાકાર ફલ્‍ગુનીબા જાડેજા દ્વારા લિપ્‍પન આર્ટ વર્કશોપ યોજાયો હતો.જેમા બહેનોની અંદર છુપાયેલી કલાત્‍મક શક્‍તિને ઉજાગર કરેલ છે.દર મહિને વિવિધ ક્ષેત્રોને જોડતા વિશેષ કાર્યક્રમો યોજાશે.જેમાં વ્‍યવસાય અને સ્‍ટાર્ટઅપ માર્ગદર્શન, સ્‍વાસ્‍થ્‍ય અને જીવનશૈલી સત્ર,કલા અને સંસ્‍કળતિ વર્કશોપ,ઉદ્યોગ અને ફીલ્‍ડ વિઝિટ,મનોરંજન સાથે વિકાસ ની વાતો સામેલ હશે.‘સ્‍વનારી સેતુ' નો મુખ્‍ય હેતુ બહેનોને માત્ર જોડવાનો નહીં, પરંતુ તેમની ઓળખને વધુ મજબૂત બનાવવાનો છે.આ મંચ આજે બહેનોની પ્રતિભાનું સંગમસ્‍થળ બની રહ્યું છે અને આવતીકાલની સશક્‍ત નારી શક્‍તિનું પ્રતિક બની રહ્યું છે.   તેમ મીનલબેન મહેતાની યાદીમાં જણાવ્‍યું છે.

(11:23 AM IST)