<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

કાલથી સ્‍ટેન્‍ડિંગ કરશે બજેટનો અભ્‍યાસ

રાજકોટ તા.૪: મ્‍યુ. કોર્પોરેશનનું વર્ષ ર૦ર૬-ર૭નું નવું અને ર૦ર૫-ર૦ર૬નું રિવાઝડ ડ્રાફટ બજેટ આજે સવારે મળેલી સ્‍ટે. કમિટિમાં અધ્‍યક્ષ જયમીન ઠાકરને સુપ્રત કર્યું હતું. આ અંગે સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકરે જણાવ્‍યું હતું કે, આવતીકાલથી સ્‍ટેન્‍ડિંગ કમિટિની બેઠક બોલાવી સભ્‍યો દ્વારા બજેટનો અભ્‍યાસ શરૂ કરાશે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, વિવિધ શાખાનાં અધિકારીઓ સાથે પ્રોજેકટની ચર્ચા કરવામાં આવશે. મ્‍યુ. કોર્પોરેશનનું વર્ષ ર૦ર૬-ર૭ નું બજેટ આગામી સપ્તાહમાં સ્‍ટેન્‍ડિંગ કમિટિ દ્વારા રજુ કરાશે.

 

(2:19 PM IST)