<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા.ની ૨૮મી પૂણ્‍ય સ્‍મળતિ એવમ રાષ્‍ટ્રસંત શ્રી નમ્રમુનિ મ. સા.ની ૩૫મી દીક્ષા જયંતિ ઉજવાશે

પડધાસ્‍થિત પરમધામના નયનરમ્‍ય અને શાંત નૈસર્ગિક વાતાવરણમાં અનેક ક્ષેત્રોથી પધારનારા ભાવિકો માટે તા.૭-૮ બે દિવસીય ‘‘ઉપકારનો ધબકાર''વિશિષ્ટ શિબિર

રાજકોટઃ તા.૪, આજથી ૩૫ વર્ષ પહેલાં, ૨૧ વર્ષની યુવાવયે સમગ્ર સંસારનો ત્‍યાગ કરી, મહાવીર ભાયાણીમાંથી રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની સંયમ જીવનની આ આત્‍મયાત્રા માં જિનશાસનને જયવંતુરાખવા જેમણે પ્રબળ પુરુષાર્થ કર્યો છે, અનેકો હૃદયમાં ધર્મની પ્રેરણા જગાડી છે, ૫૯ આત્‍માઓને દીક્ષાના દાનઅર્પણ કર્યા છે, એવા પરમ ઉપકારી ગુરુદેવની ૩૫મી દીક્ષા જયંતિના અવસરે પરમધામના આંગણે ૨દિવસીય શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું છે.

વિશેષમાં, આ અવસરે તપસમ્રાટ પૂજ્‍ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની ૨૮મી પુણ્‍ય સ્‍મળતિ અવસરે સર્વ શિષ્‍ય હૃદય ગુરુના ગુણગ્રામ સાથે ઉપકાર ભાવની સ્‍મળતિઓ અને ગુરુભક્‍તિ અર્પણ કરી ધન્‍ય બનશે.

આત્‍માર્થ, પરમાર્થ અને જિનશાસનાર્થ દ્વારા જેમણે સ્‍વયંની સંયમ સાધનાને ઉત્‍કળષ્ટ બનાવી સંયમથી સિદ્ધત્‍વ તરફ આગળ વધી રહ્યાં છે, એવા અસીમ ઉપકારી પરમ ગુરુદેવના સાંનિધ્‍યમાં શિબિર દ્વારા નવી પ્રેરણા અનેમાર્ગદર્શનને પ્રાપ્ત કરવા તેમજ ઉપકારી ગુરુના ગુણગ્રામ દ્વારા સ્‍વયંમાં ગુણોનું પ્રાગટય કરવા શિબિરમાં પધારવા પરમધામ સાધના સંકુલ, વાલ્‍કસ વિલેજ, મુંબઈ- નાસિક હાઈવે, પડઘા, મહારાષ્‍ટ્ર  દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

શિબિરમાં જોડાવવા ઇચ્‍છુક ભાવિકોએ prsdm.in/diksha-jayanti-shibir લીંક ઉપર રજીસ્‍ટ્રેશન કરાવવું જરૂરી છે.

(3:20 PM IST)