News of Thursday, 5th February 2026
રાજકોટમાં દાવતે ઈસ્લામી ઈન્ડિયા દ્વારા આયોજિત બે દિવસીય ઈસ્લામિક સંમેલન સંપન્ન

રાજકોટઃ ભગવતી પરા વિસ્તારમાં ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની મુખ્ય વિશેષતાઓમાં પયગંબર સાહેબનો સંદેશઃ અહિંસા, પ્રેમ અને ભાઈચારાના આદર્શો પર ભાર મૂકવામાં આવ્યો. વ્યસનમુક્તિ અભિયાનઃ યુવાધનને નશાની લતથી દૂર રહેવા અને સ્વસ્થ જીવન જીવવા પ્રેરણા અપાઈ. રાષ્ટ્ર નિર્માણઃ ભારતના વિકાસ, સામાજિક સુધારણા અને જનકલ્યાણના કાર્યોમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કરવામાં આવ્યું. સમાજમાં એકતા અને સકારાત્મક પરિવર્તન લાવવાના હેતુથી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. દાવતે ઇસ્લામ ઇન્ડીયાના આ બે દિના ઇજતેમામાં ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન (GNRF) દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને પીવાના પાણી નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
(2:35 PM IST)










