News of Thursday, 5th February 2026
કેન્દ્રિય બજેટ ૨૦૨૬ પર AM/NS Indiaની પ્રતિક્રિયા

રાજકોટ, તા. પ : કેન્દ્રીય બજેટ પર પ્રતિક્રિયા આપતા , કેન્દ્રી બજેટને આવકારતા શ્રી દિલીપ ઊમ્મેન, ડિરેક્ટર અને ચીફ એક્ઝિકયુટિવ ઓફિસર, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ જણાવ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મૂડી ખર્ચ (કેપેક્સ) પર સતત ભાર, ઉદ્યોગોનો લાંબંગાળાના વિકાસને ટેકો આપવા માટેનુ એક આવકારદાયક પગલું છે. પ્રોજેક્ટ ફાઇનાન્સિંગને મજબૂત બનાવવાના પગલાં, ઔદ્યોગિક ક્લસ્ટરોને પુનર્જીવિત કરવાના પ્રયાસો તથા ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણથી સ્થાનિક ઉત્પાદન અને સ્પર્ધાત્મકતા વધશ. AM/NS Indiaમાં અમે ટકાઉ સ્ટીલ ઉત્પાદન અને ભારતના વિકાસમાં લાંબા ગાળાના રોકાણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના પ્રયાસોમાં યોગદાન આપવા પ્રતિબદ્ધ છીએ.
(2:42 PM IST)










