News of Thursday, 5th February 2026
નવા આયકર કાયદામાં અનેકવિધ વિસંગતતાઓ રહેલી છે : ૩૧ માર્ચ પહેલા દુર કરવી ખૂબ જરૂરી છે
ચેમ્બર સહિતની સંસ્થાઓના ઉપક્રમે કરવેરા સલાહકાર મુકેશ પટેલનું વકતવ્ય યોજાયું બજેટમાં વિકસિત ભારતનો રોડમેપ છે : વેપાર ડીલથી વેપાર ઉદ્યોગને ખૂબ ફાયદો થશે

રાજકોટ, તા.૫: કેન્દ્રના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સિતારામનજી દ્વારા જાહેર કરાયેલ યુનિયન બજેટ વર્ષ ૨૦૨૬-૨૭અંગેની સંપુર્ણ વિસ્તળત અને સચોટ જાણકારી વેપાર-ઉદ્યોગકારો તથા આમપજાને મળી રહે તે માટે ૨ાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, રાજકોટ બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI, રાજકોટ ટેક્ષ કન્સલ્ટન્ટ સોસાયટી તથા વિવિધ સંસ્થાઓના યુક્ત ઉપક્રમે જગવિખ્યાત કરવેરા સલાહકાર, પ્રખર લેખક તથા વક્તાશ્રી મુકેશભાઈ પટેલના વક્તવ્ય કાર્યક્રમનું તા.૦૪-૦૨-૨૦૨૬ ના રોજ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં બહોળી સંખ્યામાં વેપાર-ઉદ્યોગકારો, CA-CS, ટેક્ષ નિષ્ણાંતો, સહિત વિવિધ સંસ્થાઓના ૫તિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં આર્ષ વિદ્યા મંદિર-મુંજકાના ૫.પુ.સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજી, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલટન્ટના પુર્વ પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ ભટ તથા ગુજરાત ચેમ્બરની ટેક્ષેશન કમિટિના ચેરમેનશ્રી નયનભાઈ શેઠ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતે જગવિખ્યાત કરવેરા સહાકારશ્રી મુકેશભાઈ પટેલએ બજેટ વિશ્લેષણના સફળતાના ૫૦ વર્ષ પુર્ણ કરતા ૨ાજકોટ ચેમ્બર, ICAI, RTCS, તથા વિવિધ સહયોગી સંસ્થાઓ દ્વારા મોમેન્ટા-બુકે-શાલથી તેમનું સન્માન કરીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા આર્ષ વિદ્યા મંદિ ૨-મુંજકાના પ.પુ.સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજીએ પણ પોતાના કરકમળથી શ્રી મુકેશભાઈ પટેલનું વિશિષ્ટ અભિવાદન કરીને આશિર્વાદ પાઠવેલ. ત્યારબાદ પ.પુ.સ્વામીશ્રી ૫રમાત્માનંદ સરસ્વતીજીએ પોતાના આશિર્વચન પાઠવી વેપાર-ઉદ્યોગકારો પોતાના ધંધામાં ઉતરોતર પ્રગતી સાધે તેવી શુભકામના પાઠવેલ.
રાજકોટ ચેમ્બ૨ના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવએ પ્રાસંગીક ઉદબોધન કરતા જણાવેલ કે, રાજકોટ ચેમ્બર ૭૨ વર્ષ જુની વરિષ્ઠ મહાજન સંસ્થા હોય, વર્ષોની પણાલી મુજબ દર વર્ષે કેન્દ્રીય બજેટ રજુ થતા જ વેપાર-ઉદ્યોગકારો અને આમ જનતાને બજેટ અંગેની સંપુર્ણ જાણકારી ગુજરાતી ભાષામાં સરળતાથી મળી રહે તેમજ બજેટથી કેટલા ફાયદાઓ થશે અને તેની કેવી અસર રહેશે તે માટે કાર્યક્રમ યોજી રહ્યું છે. સાથે જ વિવિધ સેક્ટરોને લગતા અલગપ્રઅલગ અવ ૨ નેશ સેમીનારોનું આયોજન કરવામાં આવે છે તોતેનો પણ ખાસ લાભ લેવો વધુમાં બજેટ સંદર્ભે અથવા કોઈપણ સેક્ટરને લગતા પ્રશ્નો-સુચનો હોય તો રાજકોટ ચેમ્બ૨ને મોકલી આપવા તેનું યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરીશું.
જગવિખ્યાત કરવેરા સલાહકારશ્રી મુકેશભાઈ પટેલએ આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ તેમજ બજેટ વિશ્લેષણના ૫૦ વર્ષ પુર્ણ થવા માટે રાજકોટ ચેમ્બર સહિત તમામ સંસ્થાઓ દ્વારા જે સન્માન કરેલ છે તે બદલ આભારની લાગણી વ્યકત કરીને પોતાની આગવી શૈલીમાં મુદાસર બજેટની માહિતી આપતા જણાવેલ કે, આ વર્ષના બજેટમાં ‘વિકસીત ભારત@૨૦૪૭' ના રોડમેપ અને દેશના અર્થતંત્રને વધુ મજબુત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરાયેલ છે. તાજેતરમાં ભારત-અમેરીકા વચ્ચે થયેલ વ્યાપારી સમજુતી કરારથી વેપાર-ઉદ્યોગકારોને ખુબ જ ફાયદો થશે અને આ એક ઐતીહાસીક નિર્ણય કહી શકાય. ભારત દેશ આજે વિશ્વના ૫ મજબુત ઈકોનોમી દેશોમાં સ્થાન મેળવી લીધું છે તે ગૌરવની બાબત છે. બજેટ અંગેના મુખ્ય મુદાઓ જેમ કે, મોટર એકસીડન્ટ એકટ, રીબેટ માટે ૮૭A માં રાહત અંગે, રીટર્ન ફાઈલીંગ, જુના અને નવા આવકવેરા કાયદામાં કરાયેલ ફેરફારની સાથે જુનો ૧૯૬૧ નો કાયદો ૩૧મી માર્ચ ૨૦૨૬ થી પુરો થશે અને નવો વર્ષ ૨૦૨૫ નો કાયદો ૧લી એપ્રિલ ૨૦૨૬ થી લાગું થશે, ઈઝ ઓફ લીવીંગ, એસેસમેન્ટની જોગવાઈ, પ્રોવિડંટ ફંડની જોગવાઈ, TDS-TCSની પ્રોસીઝર, NRI સેલર અને રેસીડેન્ટ બાયર માટેની જોગવાઈ, કંપની શેર વેચાણની સરળતા માટે ૧લી એપ્રિલ ૨૦૨૭ થી અમલી થનાર કાયદાની જોગવાઈ, શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ કેપીટલ ગેઈન, રીવાઈઝ-અપડેટ અને લોશ રીર્ટનની જોગવાઈ, સ્ક્રુટીની નોટીસ અને રિસેસેમેન્ટ પ્રોસીઝર, રેશનલાઈઝેશન ઓફ કોર્પોરટ ટેક્ષ, મીનીમમ અલ્ટરનેટીવ ટેક્ષ, શેર રોકાણમાં STT માં કરાયેલ વધારા જેવી તમામ જોગવાઈઓ અંગે વિસ્તળત જાણકારી આપેલ હતી. વધુમાં શ્રી મુકેશભાઈ પટેલએ આહવાન કરેલ કે, હાલના બજેટમાં આવકવેરા કાયદામાં જે સુધારા-વધારા કરવામાં આવ્યાં તેમાં ઘણી બધી વિસંગતતા હોય કેન્દ્રીય નાણામંત્રીશ્રીએ આ વિસંગતતાઓ ૩૧મી માર્ચ ૨૦૨૬ પહેલ દુર કરવી ખુબ જ જરૂરી છે. કારણ કે, ૧લી એપ્રિલ ૨૦૨૬ થી અમલી થનાર નવા આવકવેરા કાયદામાં આવી વિસંગતતાના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.ᅠ
ત્યારબાદ ઉપસ્થિત શ્રોતાગણો તરફથી બજેટ સંદર્ભે પુછાયેલ પ્રશ્નોના શ્રી મુકેશભાઈએ વિગતવાર જવાબો આપીને જરૂરી માગદર્શન આપેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટ ચેમ્બરના માનદમંત્રીશ્રી નૌતમભાઈ બારસીયાએ કરેલ અને આભાર વ્યકત રાજકોટ બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI ના ચેરમેનશ્રી રાજભાઈ મારવાણીયાએ કરેલ. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે
(4:17 PM IST)










