News of Friday, 6th February 2026
૨૧ વર્ષના યુવાન વિકાસ કેવટનો ગળાફાંસો ખાઇ લઇ આપઘાત
માંડા ડુંગર પરશુરામ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં બનાવ

રાજકોટ તા. ૬: આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગર નજીક પરશુરામ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં રહેતાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ પરશુરામ ઇન્ડસ્ટ્રીયલ એરીયા શેરી નં. ૨૪માં રહેતાં અને કારખાનામાં કામ કરતાં વિકાસ શેષરાજ કેવટ (ઉ.વ.૨૧) નામના યુવાને ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ને જાણ કરાઇ હતી. તેના ઇએમટી તબિબે વિકાસને મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. ભાવેશભાઇ વાઘેલાએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર મુળ યુપીનો વતની હતો અને અહિ કુટુંબી સગા સાથે રહી કારખાનામાં કામ કરતો હતો. આપઘાતનું કારણ બહાર ન આવતાં તપાસ યથાવત રખાઇ છે.
(3:01 PM IST)










