News of Friday, 6th February 2026
એરપોર્ટ ફાટક પાસે રાજકૃતિમાં રહેતાં મિતુલ કક્કડને સામુ જોવા મામલે લાફો મારી ત્રણ શખ્સનો છરીથી હુમલો
મિતુલ પોતાના મિત્ર મિલન સાથે વાત કરતો હતો ત્યારે કાર લઇને આવેલા શખ્સે કાચ ખોલી સામુ જોયા બાદ ડખ્ખોઃ તારીફ અને બે અજાણ્યા સામે ગુનોઃ સામા પક્ષે મિતુલ, તેના પિતા, ભાઇ વિરૂધ્ધ ફરિયાદ

રાજકોટ તા. ૬: એરપોર્ટ ફાટક નજીક રાજકૃતિ એપાર્ટમેન્ટમાં રહેતો યુવાન રાતે એપાર્ટમેન્ટના પાર્કિંગ ગેઇટ નજીક મિત્ર સાથે વાતો કરતો હતો ત્યારે કાર લઇને આવેલા એક શખ્સે કાચ ખોલી સામુ જોતાં આ યુવાને પોતાના મિત્રને ‘આ ભાઇ તને કંઇક કહે છે' તેમ કહેતાં કારચાલકે ગાળો દઇ નીચે ઉતરી યુવાનને ઝાપટ મારી લેતાં અને બાદમાં પોતાના બે મિત્રોને બોલાવી ફરી ઝઘડો કરી આ યુવાનને માથામાં છરી મારી દેતાં ઇજા થઇ હતી. સામા પક્ષે પણ એક યુવાન પોતાના પર યુવાન, તેના ભાઇ, પિતા સહિત ચાર જણાએ છરી-ધોકાથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે એરપોર્ટ ફાટક પાસે રાજકૃતિ એપાર્ટમેન્ટ ઇ-વીંગ, પહેલા માળે રહેતાં અને અમદાવાદ અસારવા હોસ્પિટલમાં જીસીઆરઆઇ વિભાગમાં નોકરી કરતાં મિતુલભાઇ બંસીભાઇ કક્કડ (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી તારીફ તથા બે અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.
મિતુલભાઇએ જણાવ્યું છે કે હું મારા પિતાજી બંસીલાલ, ભાઇ રવીશ સાથે રહુ છું. મિલન સોહાણીને દસ પંદર વર્ષથી ઓળખુ છું અને તે મારા મિત્ર છે. ગુરૂવારે રાતે દસેકવ ાગ્યે હું ઘરે હતો ત્યારે મિત્ર મિલન મને મળવા મારા ફલેટ નીચે આવ્યો હતો. તેણે ફોનથી જાણ કરતાં હું નીચે પાર્કિંગગેઇટ પાસે ગયો હતો. અમે બંને વાત કરતાં હતાં ત્યારે સફેદ રંગની કાર આવી હતી. કાચ ખોલીને ચાલકે મારી સામે જોતાં મેં મારા મિત્રને કહેલું કે-આ ભાઇ તને કંઇક કહે છે. આથી એ કારચાલક જેમ ફાવે તેમ બોલવા માંડતા અને ગાળો દેવા માંડતાં મં ગાળો બોલવાની ના પાડતાં તેણે કારમાંથી નીચે ઉતરી મને ઝાપટ મારી દીધી હતી.
આથી મેં મિત્રને ઘરે મોકલી દીધો હતો અને હું પણ ઘરે જતો હતો ત્યાં મારો ભાઇ રવીશ અને પિતા નીચે આવ્યા હતાં. આ વખતે કારવાળા ભાઇએ મને કહેલું કે-હું તારીક અહમદ છું. તેમ કહી ફરી ગાળો દીધી હતી. અમે ઘરે જતાં રહેતાં તારીક અને બે અજાણ્યાએ મારા ઘરે આવી ઝઘડો કર્યો હતો. અજાણ્યાએ મને માથામાં છરી મારી દીધી હતી અને મારા પિતા-ભાઇને ઢીકાપાટુ માર્યા હતાં. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં મને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
સામા પક્ષે રૈયા રોડ હનુમાન મઢી નજીક અલ્કાપુરી-૨માં રહેતાં અને ખાનગી નોકરી કરતાં શબ્બીરભાઇ મહદરફીકભાઇ નાગોરી (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી બંસીભાઇ અને તેના બે પુત્રો તથા મિલનભાઇ વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છ.ે
શબ્બીરભાઇએ જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહી ખાનગી નોકરી કરી ગુજરાન ચલાવુ છું. ગુરૂવારે રાતે દસેક વાગ્યે હું અને મિત્રો તોસિફ પઠાણ, તારીક કોચલીયા એરપોર્ટ ફાટક પાસે બેઠા હતાં. અહિથી તારીફભાઇ રાજકૃતિ એપાર્ટમેન્ટમાં આવેલ વિમલ સ્ટોરમાં ગુટખા લેવા ગયા હતાં. થોડીવાર પછી તેનો મને ફોન આવ્યો કે મારી સાથે રાજકૃતિમાં રહેતાં બંસીભાઇ અને તેના બે પુત્રો તથા મિલન ઝઘડો કરે છે. આથી હું અને તોૈસીફ ત્યાં જતાં આ બધા તારીફભાઇને મારકુટ કરતાં હોઇ હું વચ્ચે પડતાં બંસીભાઇના પુત્રો છરી-ધોકાથી તૂટી પડયા હતો. ગાળો દઇ મને પીઠના ભાગે અને માથાના ભાગે છરીના ઘા મારી દીધા હતાં. આ પછી તોૈફિકભાઇએ ૧૦૮ બોલાવી મને સારવારમાં ખસેડયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં પ્ર.નગરના પીઆઇ વી.આર. વસાવાની રાહબરીમાં હેડકોન્સ. નિલેષભાઇ કુગશીયાએ બંને ફરિયાદ દાખલ કરી હતી. વધુ તપાસ હેડકોન્સ. પ્રદિપભાઇ કોટડ ચલાવી રહ્યા છે.
(3:04 PM IST)










