<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th February 2026

મવડીની શ્રીહરિ સોસાયટીમાં ૮૦ વર્ષના લાભુબેનની આત્‍મહત્‍યા

બિમારીથી કંટાળી ઝેર પી લીધું: ચોૈહાણ પરિવારમાં શોક

રાજકોટ તા. ૬: મવડી રોડ પર શ્રી હરિ સોસાયટીમાં રહેતાં લાભુબેન જેસીંગભાઇ ચોૈહાણ (ઉ.વ.૮૦) નામના વૃધ્‍ધાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.

જાણવા મળ્‍યા મુજબ શ્રી હરિ સોસાયટીમાં રહેતાં લાભુબેન ચોૈહાણ સાંજે સાડા ચારેક વાગ્‍યે ઘરે ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ટુંકી સારવારને અંતે મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના હેડકોન્‍સ. ચિત્રકેતુસિંહ ઝાલાએ જાણ કરતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના એએસઆઇ નિલેષભાઇ ચાવડા તથા નયનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ લાભુબેનને વિચારવાયુની બિમારી લાગુ પડી ગઇ હોઇ કંટાળીને પગલુ ભર્યુ હતું.

(3:05 PM IST)