News of Friday, 6th February 2026
રાજકોટના મતદારોના અધિકાર પર પ્રહારઃ કોંગ્રેસ દ્વારા તપાસની માંગ
SIRની કામગીરી સામે વિપક્ષ મેદાનમાં: આગેવાનો-કાર્યકરો મોટી સંખ્યામાં કલેકટર કચેરી ઉમટયા તમામ વિધાનસભા બેઠકોમાં ચાલી રહેલ એસઆરઆઇ પ્રક્રિયા દરમિયાન થયેલ ગંભીર શંકાસ્પદ અને લોકશાહી વિરોધી અનિયમિયતતાઓ સામે કલેકટરને આવેદનપત્રઃ આંદોલનની ચીમકી

રાજકોટઃ તા.૬,શહેરમાં SIR-2025-26 દરમિયાન મોટા પાયે શંકાસ્પદ Bulk Form-7 દ્વારા મતદારોના અધિકાર પર પ્રહાર - રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા તાત્કાલિક તપાસ અને FIRની માંગ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, રાજકોટ શહેર સમિતિ દ્વારા રાજકોટ શહેરની તમામ વિધાનસભા બેઠકોમાં ચાલી રહેલી Special Intensive Revision (SIR) 2025–26 પ્રક્રિયા દરમિયાન થયેલી ગંભીર, શંકાસ્પદ અને લોકશાહી વિરોધી અનિયમિતતાઓ સામે આજે જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન Form No.7 (Deletion/Objection) હજારોની સંખ્યામાં બલ્કમાં દાખલ કરવામાં આવ્યા છે, જે પ્રથમ દૃષ્ટિએ જ ખોટા, બનાવટી અને પૂર્વનિયોજિત જણાઈ આવે છે. આ સમગ્ર દ્યટના માત્ર ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર પ્રશ્ન ઊભો કરતી નથી, પરંતુ ભારતના બંધારણ દ્વારા સુરક્ષિત મતાધિકાર પર સીધો હુમલો છે.
ડો. રાજદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં Form-7માં, -એકસરખી અથવા અલગ-અલગ ખોટી સહી-EPIC નંબર તથા વ્યક્તિગત વિગતોમાં ચેડા- સોફ્ટવેર/ઓટોમેટેડ રીતે જનરેટ થયેલા ફોર્મ - એક જ વ્યક્તિ દ્વારા અનેક ફોર્મ ભરવાના પુરાવા- બોગસ મોબાઇલ નંબરનો ઉપયોગ,જેવા ગંભીર મુદ્દાઓ સામે આવ્યા છે. ખાસ કરીને SC, OBC, અલ્પસંખ્યક તથા આર્થિક રીતે નબળા વર્ગના મતદારો વધુ અસરગ્રસ્ત થવાની સંભાવના હોવું અત્યંત ચિંતાજનક છે.
તેમણે વધુમાં કહ્યું કે, Election Commission of India ની માર્ગદર્શિકા મુજબ Bulk Form-7 સ્વીકાર્ય નથી, તેમ છતાં ERO દ્વારા યોગ્ય ચકાસણી વિના આ ફોર્મ સ્વીકારવામાં આવ્યા હોવાની આશંકા છે. ગ્રામ્ય અને અનુસૂચિત જાતિ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં મતદારોના નામ કાઢવાની કોશિશ સામાજિક ન્યાય અને બંધારણીય સિદ્ધાંતો પર સીધો પ્રહાર છે.
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે૪ - તમામ શંકાસ્પદ અને બલ્ક Form-7 પર તાત્કાલિક સ્ટે મુકવામાં આવે- ખોટા Form-7 રદ કરવામાં આવે - સમગ્ર મામલાની ટેક્નિકલ તથા ફોરેન્સિક તપાસ કરાવવામાં આવ - જવાબદાર અધિકારીઓ અને સંડોવાયેલા વ્યક્તિઓ સામે Bharatiya Nyaya Sanhita, 2023 તથા Representation of the People Act, 1950 હેઠળ FIR નોંધવામાં આવે - ખોટી રીતે કાઢી નાખવામાં આવેલા મતદારોના નામ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે,અને સમગ્ર મામલાની વિગતવાર રિપોર્ટ Election Commission of India ને મોકલવામાં આવે.
અંતમાં ડો. રાજદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ ચેતવણી આપતાં કહ્યું હતું કે, જો સમયસર અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો લોકશાહીમાં જનવિશ્વાસ ને ગંભીર નુકસાન થશે અને કોંગ્રેસ ગાંધી ચિંધેલા માર્ગે મતદારોના અધિકારની રક્ષા માટે સત્ય અને સંદ્યર્ષની લડત લડવા મજબૂર બનશે.તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં વશરામભાઈ સાગઠીયા, ડોક્ટર હેમાંગભાઈ વસાવડા,જશવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાદ્યેલા,નરેન્દ્ર ભાઈ સોલંકી, ડી પી મકવાણા,નીતિનભાઈ ભંડેરા, કોમલબેન ભરાઈ,મુકેશભાઈ ચાવડા, મુકુંદભાઈ ટાંક,ગોવિંદભાઈ સભાયા, ભાવેશભાઈ વાદ્યેલા,જગુભા જાડેજા,શૈલેષભાઈ સાકરીયા,કેતનભાઇ તાળા,હાર્દિકભાઈ પટેલ,આરીફભાઈ દ્યોણીયા,સુરેશભાઈ ગેરૈયા,રાજુભાઈ ચાવડા,નાગજીભાઈ વિરાણી,લાખાભાઈ ઉંડા,હાજીભાઇ ઓડિયા,દીપભાઈ ભંડેરી, વિજયભાઈ પીઠડીયા,ડીપીનભાઈ ભગદેવ,સિકંદરભાઈ ડાકોરા,ઉમરભાઈ સોરા,ઈરફાનભાઈ સુમરા,હસુભાઈ ગોસ્વામી,વિક્રમભાઈ સોલંકી,રાજુભાઈ ચાવડા,હાર્દિકભાઈ પરમાર,રમેશભાઈ પ્રજાપતિ,જયંતીભાઈ હિરપરા, અલ્તાફભાઈ રાવમા,મહેશભાઈ પરમાર,અકબરભાઈ પતાણી,જાવેદભાઈ નાગાણી,રામદેવસિંહ વાદ્યેલા,ગોપાલભાઈ મારવી,ગોલુભા સરવૈયા,મનોજભાઈ ગઢવી,શૈલેષભાઈ જાદવ,મનોજભાઈ માદરીયા,ઠાકરશીભાઈ ગજેરા,શૈલેષભાઈ મહેતા,ગોરુભાઈ પુજારા,દિલીપભાઈ આસવાણી, વૈશાલીબેન શિંદે,હિરેનભાઈ ચાવડીયા,સલીમભાઈ કારીયાણીયા,જેન્તીભાઈ ડોબરીયા, હરદીપભાઈ રાઠોડ,રહીમભાઈ સોરા, કુણાલભાઈચૌહાણ,રવજીભાઈ ખીમસુરીયા,માવજીભાઈ રાખસીયા, નરેશભાઈ ગઢવી,આનંદભાઈ વાગડિયા, યુનુસભાઈ જુણેજા,કલ્પેશભાઈ વાદ્યેલા, બિંદીયાબેન તન્ના,યજ્ઞેશભાઈ દવે, શાંતાબેન મકવાણા, વિજયાબા જાડેજા,હિરલબા રાઠોડ,હિતેશભાઈ વાદ્યેલા,ગૌરવ ખીમસુરીયા,પ્રફુલા બા રાઠોડ રવિભાઈ જીતીયા,જયાબેન ચૌહાણ, જીગ્નેશભાઈ વિરોજા,પ્રીતિબેન રાઠોડ, ધર્મિષ્ઠાબા જાડેજા,મેરુમબેન કુરેશી,દીપુબેન રવૈયા,જશુબેન વાળા,તથા ભાવનાબેન વાદ્યેલા સહિતના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.
(3:40 PM IST)










