News of Saturday, 7th February 2026
પડધરીના પાટી રામપર ગામના યુવાન સાથે સોલાર ફિટ કરવાના બહાને ૧.૦૬ લાખની ઠગાઈ

રાજકોટ, તા.૭: પડધરીના પાટી રામપર ગામના યુવાન સાથે સોલાર ફિટ કરવાના બહાને ૧.૦૬ લાખની છેતરપીંડી થતા પોલીસમાં ફરીયાદ.
મળતી વિગતો મુજબ ઉમેદભાઈ હંસરાજભાઈ કણજારીયા ધંધો-મજુરી રહે.પાટી રામપર તા.પડધરી એ (૧) INTIFY SOLAR PRIVATE LIMITED નામની કંપની તથા INTIFY SOLAR PRIVATE LIMITED ના કર્મચારી જેનું નામ - સ્નેહાબેન સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી ન(૧)., તથા રનાએ ફરીયાદીના ઘરે સોલાર રૂફટોપ નાખવાનું હોય જેથી તેનો સંપર્ક કરતા તેના ઘરે સોલાર રૂફટોપ ફીટ કરી આપવાનું કહી ફરીયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી બેંકમાંથી લોન કરાવડાવી રૂપિયા ૯૧૦૦૦/ લોન મારફતે INTIFY SOLAR PRIVATE LIMITED કંપનીના ખાતામાં નખાવી તેમજ રૂ.૧૫,૧૮૧/ ડાઉન પેમેન્ટ પેટે ફરીયાદી પાસેથી ગુગલ પે દ્વારા મેળવી લઈ, કુલ રૂપિયા ૧,૦૬,૧૮૧/ ફરીયાદી પાસેથી મેળવી ફરીયાદીના ઘરે સોલાર રૂફટોફ આજ દિન સુધી ફિટ નહી તેમની સાથે છેતરપીંડી કરી હતી.
આ ફરીયાદી અન્વયે પડધરી પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.
(1:25 PM IST)










