તા. ૨૫ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૮, બુધવાર
News of Saturday, 7th February 2026
સંતાન સુખની પ્રાપ્તિ ન થતાં ઘંટેશ્વર ૨૫ વારીયાની સારીકાનો એસિડ પી આપઘાત
દસ મહિનાની સારવાર બાદ દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૭: જામનગર રોડ ઘંટેશ્વર ૨૫ વારીયામાં રહેતી સારિકા માઇકલ મારવાડી (ઉ.વ.૨૨) નામની પરિણીતા દસેક મહિના પહેલા એસિડ પી જતાં સારવાર દરમિયાન મોત થયું છે. સંતાન સુખની પ્રાપ્તિ ન થતાં આ પગલુ ભર્યાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ સારિકા દસ મહિના પહેલા ઘરે એસિડ પી જતાં રાજકરોટ સારવાર અપાવી અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી ફરી રાજકોટ ઘરે લાવવામાં આવી હતી. આજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે તેણીને મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
આપઘાત કરનાર સારિકાના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. પતિ લુહારી કામની મજૂરી કરે છે. લગ્ન બાદ સંતાન સુખ ન મળતાં પગલુ ભર્યાનું સગાએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.
(2:26 PM IST)










