<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

‘‘ભૂતઘર'' નાટક ત્રણ એવોર્ડ સાથે રાજય કક્ષાએ ત્રીજા ક્રમે વિજેતા

ત્રિઅંકી નાટય સ્‍પર્ધામાં શિવમ ફાઉન્‍ડેશન - રાજકોટ નિર્મિત અને પ્રસ્‍તુત

રાજકોટ : ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને આંગિકમ ફાઉન્‍ડેશન, પાલનપુરના સંયુકત ઉપક્રમે વાત્‍સલ્‍ય આર્ટ એરીના, અમદાવાદ આયોજીત ત્રિઅંકી નાટય સ્‍પર્ધા ર૦રપ-ર૬ પાલનપુર ખાતે યોજાયેલ. જેમાં શ્રેષ્‍ઠ નાટક ‘‘ભૂતઘર'' શ્રેષ્‍ઠ અભિનેતા અમિત વાઘેલા, શ્રેષ્‍ઠ અભિનેત્રી પરી સોની. એમાં કુલ ત્રણ એવોર્ડ સાથે શિવમ ફાઉન્‍ડેશન, રાજકોટના રંગકર્મીઓએ ગુજરાત રાજય કક્ષાએ ત્રીજો ક્રમાંક મેળવી રાજકોટની રંગભૂમિ પર વધુ એક યશ કલગી રૂપી પિંછુ ઉમેર્યું.

શ્રદ્ધા હોવી એ સારી બાબત છે પણ એ જયારે અંધશ્રદ્ધા બને છે એવી પરિસ્‍થિતિઓમાં એક સુખી સંપન્ન પરિવારના જીવનને કઇ દિશામાં લઇ જાય છે. આવા રહસ્‍ય, હાસ્‍ય, હોરર, સોશિયલ મેસેજ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્‍ચે અંત સુધી જકડી રાખતું અને હાર્ટ બીટ વધારી દેતું ઓફ બીટ અનોખું સોશીયલ હોરર કોમેડી ત્રિઅંકી નાટક એટલે ‘‘ભૂતઘર''.

આ રહસ્‍યમય હોરર કથા પટકથાને નાટય સ્‍વરૂપે ગુંથી હસન મલેક લિખિત અને ગૌતમ દવે દિગ્‍દર્શીત ત્રિઅંકી નાટક ‘‘ભૂતઘર''માં ગુલામ હુસેન અગવાન, પરી સોની, અમિત વાઘેલા, આરજે દેવયાની જગડ, જયેશ પડીયા, દર્પણ લાઠીગરા, ગૌતમ દવેએ અભિનયના ઓજસ પાથર્યા હતા. સાથે આ નાટકમાં પ્રકાર રચના અને સંચાલન હાર્દિક મહેતા, પાર્શ્વ સંગીત - ગુલામ હુસેન અગવાન અને સંગીત સંચાલન આર્ષ વ્‍યાસ, નેપથ્‍ય દિવ્‍યેશ મહેતા, હર્ષિત ચોહાણ, સોનલ રાવલ, મેકઅપ - ચૈતાલી શાહ, સેટિંગ્‍સ - જયેશભાઇ અમદાવાદ, ગ્રાફિક્‍સ ડિઝાઇન ગુલશન સ્‍ટુડીયો, રાજકોટ દ્વારા કરવામાં આવ્‍યું હતું. વધુ માહિતી અને શૉ માટે સંપર્ક કરો શિવમ ફાઉન્‍ડેશન, રાજકોટ. ૮૮૬૬પ૦૪૮પ૮

(2:29 PM IST)