<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th February 2026

મેટોડામાં પ લાખનો દારૂ-બિયર પકડાયો

બોલેરો મેકસમાં પશુદવાની ડોલમાં દારૂનો જથ્‍થો છુપાવ્‍યો'તોઃ ૧૦ લાખના મુદામાલ સાથે એલસીબીએ એકને ઝડપી લીધો

તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ અને દારૂનો જથ્‍થો નજરે પડે છે.

રાજકોટ, તા., ૧૭: મેટોડા જીઆઇડીસીમાં રૂરલ એલસીબીએ વોચ ગોઠવી પ લાખના દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો. દારૂનો જથ્‍થો પશુ દવાની ડોલમાં છુપાવાયો હતો. પોલીસે ૧૦ લાખનો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર પ્રોહી જુગારની પ્રવૃત્તિઓ નેસ્‍તનાબુદ કરવા પોલીસ ઇન્‍સ. વી.વી. ઓડેદરાને સુચના આપેલ હોય તેઓની રાહબરી હેઠળ મળેલ હકિકત આધારે મેટોડા જી.આઇ.ડી.સી. ગેટ ન.૦૩ માં ફોર્ચ્‍યુન સ્‍કવેર કોમ્‍પ્‍લેક્ષ પાસે રોડ પરથી એક બોલેરો મેકસમાં પશુ દવાની ડોલમાં છુપાવાયેલ ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની બોટલો નંગ ૧૯૭૭ કિ. પ.૦૧૯૩પ તથા બોલેરો રોકડ કિ. પ લાખ મળી કુલ રૂા. ૧૦,૦૭,૧પપ ના મુદ્દામા સાથે વશરામભાઇ વિરમભાઇ વકાતર ઉ.વ.૩૬ રહે. કાંધાસર ગામ ભરવાડવાસ તા. ચોટીલા જી. સુરેન્‍દ્રનગરની ધરપકડ કરાઇ હતી તેમજ વ્‍હોટસએપ નં. ૯૦૮ર૪૦૩૭૩૯ ના વપરાશર્તા સામે ગુન્‍હો દાખલ કરી તેની શોધ તપાસ હાથ ધરાઇ છે.

આ કાર્ય એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પો. સબ. ઇન્‍સ. એચ.સી. ગોહીલ, પો. સબ. ઇન્‍સ. આર.વી. ભીમાણી, પો. સબ. ઇન્‍સ. કે.એમ. ચાવડા  તથા એ.એસ.આઇ. બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, રવિદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહીતભાઇ બકોત્રા તથા પો. કોન્‍સ. છત્રપાલસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે કરી હતી.  

(3:49 PM IST)