News of Monday, 9th February 2026
‘‘ધ રજની રેસ્ટોરન્ટ એન્ડ કેફે''નો આવતીકાલે મંગલ પ્રારંભ
રાજકોટના સ્વાદ રસિકો માટે નવું સરનામું અકબરી પરિવાર દ્વારા૧પ૦ ફૂટ રિંગ રોડ પર આધુનિક સુવિધાઓ સાથે સજજ રેસ્ટોરન્ટનો થશે પ્રારંભ

રાજકોટઃ રાજકોટઃ શહેરના આંગણે સ્વાદ અને સુંદર આયોજનનો સંગમ ધરાવતું ‘ધ રજની રેસ્ટોરન્ટ એન્ડ કેફે'હવેગ્રાહકોની સેવામાં કાર્યરત થવા જઇ રહ્યું છે. કુળદેવી શ્રી ખોડીયાર માતાજી, શ્રી ગણેશાય નમઃ અને શ્રી અર્બુદા માતાજીના સ્મરણ સાથે આ નવા સોપાનનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે.
મંગલ ઉદઘાટન આવતીકાલે ૧૦:રઃર૦ર૬, મંગળવારના રોજ સાંજે નિર્ધારિત કરવામાં આવ્યો છે. કાર્યક્રમનો સમય સાંજે ૭ વાગ્યાથી મહેમાનોના આગમન સુધીનો રાખવામાં આવ્યો છે. સ્વાદના શોખીનો માટે આ એક નવું અને આકર્ષક સ્થળ બની રહેશે.
આ રેસ્ટોરન્ટ રાજકોટના પ્રખ્યાત વિસ્તાર એવા ૧પ૦ ફૂટ રિંગ રોડ, સનસાઇન સ્કૂલ પાસે, રામવાડી પાછળ આવેલી છે. આ શુભ પ્રસંગે નિમંત્રક તરીકે ગીરધરભાઇ એચ. અકબરી, નિલેશભાઇ ગીરધરભાઇ અકબરી અને યુગભાઇ નિલેશભાઇ અકબરી દ્વારા તમામ સ્નેહીજનો અને મિત્રમંડળને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(11:00 AM IST)










