<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

પારડી ગામે શીતળામાં મંદિર વિસ્‍તારમાં ભૂગર્ભ ગટરનો પ્રશ્‍ન ઉકેલો મનિષાબા વાળા દ્વારા રજુઆત

રાજકોટ : જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ મનિષાબા વાળા દ્વારા,, લોધીકા તાલુકા પંચાયત કચેરી ટીડીઓને,,પારડી ગામ શીતળામાં મંદિર રામપાર્ક,, સોસાયટી ની મહિલાઓ,,છેલ્લા દોઢ વર્ષથી ભૂગર ગટર બાબત, ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

લોધીકા તાલુકાનું પારડી ગામે આવેલ શીતળામાં મંદિર રામપાર્ક સોસાયટીમાં મહિલાઓ,, ભૂગર્ભ ગટર ઉભરતાછે અને રોડ રસ્‍તાઓ પર દુર્ગંધ યુક્‍ત પાણીનું તલાવડું વારંવાર જોવા મળતું હોય કોંગ્રેસ મહિલા અગ્રણી મનીષાબા વાળાએ  જણાવ્‍યું  હતું કે,, મહિલાઓ અને સોસાયટીના રહેશો દ્વારા અંદાજે બે વર્ષ પહેલા આકરાણી ના નામે રૂા.૨૦૦ ઉઘરાવવામાં આવેલ હતા,, તમારે કાયદેસર વેરોથઈ જાય એના માટે તેનો હિસાબ ,, પારડી,,પંચાયત પાસે નથી,, જે લોકોના મકાન કાયદેસર છે તેમની પાસે પણ રૂા.૨૦૦ ઉઘરાવવામાં આવેલ હોય તેવું સ્‍થાનિકોએ જણાવેલ. જેથી ઉકત બાબતે તાત્‍કાલીક ધોરણે સફાઇ કરાવવા અંતમાં જણાવાયું છે.

(2:20 PM IST)