<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ગુરૂ સાથે વ્‍યતીત થયેલી એક પણ પળ ભવ-ભવને સુધારવા માટે સક્ષમ બની જાય : રાષ્‍ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા

પરમધામના પ્રાંગણે તપસમ્રાટ પૂજ્‍ય ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સાની ૨૮મી પુણ્‍ય સ્મૃતિ તથા રાષ્‍ટ્રસંત શ્રી નમ્રમુનિ મ.સાની ૩૫મી દીક્ષા જયંતિ ઉજવાઈ

રાજકોટ, તા.૯: દુર્લભ એવા મનુષ્‍ય ભવમાં પ્રભુનો પ્ર સંયમનો અમૂલ્‍ય વેશ પ્રાપ્ત કરવાની પાવન પ્રેરણા પ્રસારતાં પરમધામ સાધના સંકુલના પ્રાંગણે રાષ્‍ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની ૩૫મી દીક્ષા જયંતિનો અવસર, દરેક ભક્‍તહૃદયના ઊંડાણથી પ્રગટ થતાં અહોભાવ અને વંદનભાવની અર્પણતા સાથે અવિસ્‍મરણીય બની ગયેલ.

પરમ ગુરુદેવની દીક્ષા જયંતિ નિમિત્તે પરમધામમાં યોજાયેલી બે દિવસીય ‘ઉપકારનો ધબકાર' વિશિષ્ટ શિબિરમાં જોડાઈને શિષ્‍યત્‍વને શ્રેષ્ઠ બનાવવાની પ્રેરણા પામવા તેમજ ગુરુ ચરણમાં દીક્ષા જયંતિની શુભેચ્‍છા વંદના અર્પણ કરવા સમગ્ર મુંબઈ, રાજકોટ, જૂનાગઢ, બરોડા, અમદાવાદ, કોલકાતા, ચેન્નઈ, અમરાવતી આદિ અનેક ક્ષેત્રોથી બહોળી સંખ્‍યામાં પધારેલાં ભાવિકોએ સવારના સમયે યોગા, ધ્‍યાન સાધના, પ્રવચન, પ્રેરણાત્‍મક પ્રયોગો, પ્રભુ વાણી એવા આગમ ગ્રંથોની ગાથાઓનો સ્‍વાધ્‍યાય, સંધ્‍યાભક્‍તિ જેવા વિવિધ આયોજન દ્વારા ભાવિકોને બોધિત કરવામાં આવ્‍યાં હતાં. તપસમ્રાટ પૂજ્‍ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબની ૨૮મી પુણ્‍ય સ્‍મળતિ અવસરે ઉપકારી ગુરુ પ્રત્‍યે અનન્‍ય ભક્‍તિભાવ સાથે બોધ પ્રસારિત કરતાં પરમ ગુરુદેવે ફરમાવ્‍યું હતું કે, કોઈપણ મહાપુરુષનું સર્જન એમનેમ નથી થતું. અંતરના ગુણોની મહાનતા એક મહાપુરુષનું સર્જન કરતી હોય છે દુઃખો, તકલીફો અને વેદનાઓની ભઠ્ઠીમાં જે સહનશીલ બનીને તપે છે, એને જ સિદ્ધિઓની પ્રાપ્તિ થતી હોય છે. મહાપુરુષોના- ગુરુના ગુણગાન જેટલી વાર કરીએ એટલી વાર એમના ગુણોના બીજ આપણાં અંતરમાં વાવીને એક દિવસ એમના જેવા જ ગુણવાન બની જઈએ. દરેક શિષ્‍ય હૃદયનું એક જ લક્ષ્ય હોય, મારે મારા ગુરુ જેવું ગુણવાન બનવું છે. શિષ્‍ય હંમેશા ગુરુના ધ્‍યાનમાં હોય, ગુરુમય હોય. જે શિષ્‍યના ધ્‍યાનમાં સતત ગુરુનું સ્‍મરણ હોય એવા શિષ્‍યો ગુરુના ધ્‍યાનમાં રહેતા હોય છે. ગુરુના ગુણો જ શિષ્‍યને, શિષ્‍યમાંથી ગુરુ બનાવી દેતાં હોય છે. વિશેષમાં, આ અવસરે તપસમ્રાટ ગુરુદેવની પુણ્‍ય સ્‍મળતિ અવસરે તેમને પ્રિય ગાયો માટે ‘મેરી નન્‍હી - અડોપ્‍ટ અ કાફ' પ્રોજેક્‍ટ લોન્‍ચ કરવામાં આવતા અનેક ભાવિકોએ નાનાપ્ર નાના વાછરડાઓને પોતાના પરિવારનું એક સભ્‍ય બનાવી તેની જવાબદારી લઈ, ગુરુ ચરણમાં જીવદયાની અનોખી ભેટ અર્પણ કરી હતી. એ સાથે જ, અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ભારતભરના ક્ષેત્રોમાં કબૂતર, ગાય, શ્વાન જેવા  અબોલ જીવોના ભોજન સાથેની ‘કાઇન્‍ડનેસ કીટ'ના વિતરણના સત્‍કાર્યથી કરવામાં આવતા સહુને માનવતાની પાવન પ્રેરણા મળી હતી. આ કીટ ઈચ્‍છુક ભાવિકો અબોલ જીવો માટે પોતાના નજીકના અર્હમ યુવા સેવા ગ્રુપ સેન્‍ટર્સથી મેળવી શકશે એવી માહિતી આવેલ. તે સાથે જ આ અવસરે ભારતના વિવિધ ક્ષેત્રોમાં અનેકવિધ માનવતાના સત્‍કાર્યો કરવામાં આવેલ. આ પ્રસંગે લુક એન્‍ડ લર્નના દીદીઓ અને હજારો બાળકોના ઘરે મંત્રોત્‍સવ નિમિત્તે દિવ્‍ય મંત્ર કળશનું આગમન કરાવવા બાળકોને પરમ ગુરુદેવના હસ્‍તે કળશની અર્પણતાના દ્રશ્‍યો તેમજ પાવનધામ સોહમ મહિલા મંડળ રચિત પુસ્‍તિકા ‘આવો સાચા શ્રાવક બનીએ'નું વિમોચન કરાયું હતું

 

(2:23 PM IST)