<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th February 2026

ખેલાડીઓ માટે વિશ્‍વસ્‍તરીય રમતગમત ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર તરફ એક મહત્‍વપૂર્ણ પગલું

રમતગમતના નિષ્‍ણાંતો સાથે મ્‍યુનિ.કમિશનર તુષાર સુમેરાની બેઠકઃ વિવિધ મુદે ચર્ચા

રાજકોટ તા.૭: શહેરના સર્વાંગી, સુવ્‍યવસ્‍થિત અને દીર્ઘકાલીન વિકાસને ધ્‍યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા જાહેર હેતુપયોગી પ્રોજેક્‍ટોના આયોજન માટે એક મહત્‍વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્‍યો છે. આ પરિપત્ર અંતર્ગત નાગરિકલક્ષી સુવિધાઓના કોઈપણ નવા પ્રોજેક્‍ટનું આયોજન કરતા પહેલાં સંબંધિત ક્ષેત્રના સ્‍ટેકહોલ્‍ડર્સラજેમાં લાભાર્થી નાગરિકો, સંબંધિત સંસ્‍થાઓ તથા અનુભવી નિષ્‍ણાંતોનો સમાવેશ થાય છેラતેમનો અભિપ્રાય લેવો ફરજિયાત બનાવવામાં આવ્‍યો છે. આ નવી પહેલના અનુસંધાને ગઈકાલે તા.૦૬ના મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વિવિધ રમતગમત ક્ષેત્રોના નિષ્‍ણાંતો સાથે એક મહત્‍વપૂર્ણ બેઠક યોજી હતી. જેમાં નેશનલ ગેમ્‍સને ધ્‍યાનમાં રાખીને ભવિષ્‍યલક્ષી આયોજન, ખેલાડીઓના અનુભવ આધારિત ડિઝાઇન પર ભાર, સામાન્‍ય નાગરિકોને ધ્‍યાનમાં રાખીને રમતગમત સુવિધાઓનું આયોજન, દરેક જાહેર ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર પ્રોજેક્‍ટમાં સ્‍ટેકહોલ્‍ડર કન્‍સલ્‍ટેશન ફરજિયાત, નાગરિકોની જરૂરિયાતોને કેન્‍દ્રમાં રાખીને વિકાસનો નવો અભિગમ તથા  રાજકોટને રમતગમતના હબ તરીકે વિકસાવવાનો દૃઢ સંકલ્‍પ સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી.

 આ બેઠકમાં મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાથે વિવિધ સ્‍પોર્ટ્‍સના નિષ્‍ણાંતો જેવા કે, ઝાપડીયા અનિલભાઈ, મહેતા અમીષભાઈ,કોૈશિકભાઈ અઢીયા, હાપલીયા કિશોરભાઈ, ટોળીયા મયુરભાઈ, નૈમિષભાઈ ભારદ્વાજ, હર્ષભાઈ પુજારા, અમિતભાઈ, દિવેચા મહેશભાઈ, પરમરાજસિંહ રાણા, રંગાણી ભાવેશભાઈ અને નીખીલભાઈ ધામેચા હાજર રહી ભવિષ્‍યના રમતગમતના આયોજન વિશે ચર્ચા કરી હતી.

(3:01 PM IST)