<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

કણકોટના મુકેશ ઉધરેજાનું અપહરણ જુના મિત્રઍ જ દસ લાખની ખંડણી માટે કરાવ્યું’તુંઃ પોલીસે છોડાવી ૩ને પકડ્યા

શનિવારે ખોખડદડ પાસેથી યુવાનને તેની જ કારમાં ઉઠાવી જવાયો હતોઃ જુના મિત્ર સંજયને કેસના ખર્ચના પૈસા લેવાના હોઇ તે મુકેશ આપતો ન હોઇ ખંડણીનો પ્લાન ઘડ્યો હતોઃ આજીડેમ પોલીસ, ઍલસીબી ઝોન-૧ ટીમે છટકુ ગોઠવી મુક્ત કરાવ્યો : હીરાસર નજીક જંગલમાં લઇ ગયા હતાઃ ત્યાં વેફર-પાણી જ આપ્યાઃ છુટવું હોય તો ૧ કરોડ આપવા પડશે કહી છેલ્લે ૧૦ લાખ માંગ્યાઃ મુકેશે રવિવારે પોતાના પરિચીત સાથે ફોનમાં પૈસાની વાત કરીઃ સોમવારે બપોર પછી કાલાવડ રોડ બાલાજી વેફર્સ નજીક પૈસા લઇ જવાનું નક્કી થયું અને પોલીસે વોચ રાખી દબોચ્યાઃ બીજા ૩ આરોપીના નામ ખુલ્યા : અપહરણકારોઍ રૂપિયા માંગતા મુકેશે પોતાના શેઠ સાથે વાત કરવી પડે કહી ફોન કર્યો અને પોલીસને કડી મળી ગઇઃ અપહૃતને તેની જ કારમાં બેસાડી વાજડી પાસે બે આરોપી રૂપિયા લેવા આવ્યા અને પોલીસે દબોચી લીધા

રાજકોટ તા. ૧૦ઃ કાલાવડ રોડ  કણકોટ વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા મુકેશ દિલીપભાઇ ઉઘરેજા નામના ૨૬ વર્ષીય યુવકનું શનિવારે સાતમીઍ સાંજે ખોખડદળ ગામ પાસેના મેલડી માતાના મંદિર નજીકથી ચાર અજાણ્યા શખ્સો છરી બતાવી અપહરણ કરી જતાં ચકચાર મચી ગઇ હતી. દરમિયાન ગત સાંજે આજીડેમ પોલીસ અને ઍલસીબી ઝોન-૧ ટીમે છટકુ ગોઠવી અપહૃતને કાલાવડ રોડના બાલાજી વેફર્સ નજીકથી  મુક્ત કરાવી ત્રણ આરોપીને પકડી લીધા છે, બીજા ત્રણના નામ ખુલ્યા છે. જુના મિત્રઍ જ અગાઉના કેસના ખર્ચના પૈસાની લેતીદેતી મામલે કાવત્રુ ઘડી આ યુવાનનું ખંડણીના ઇરાદે અપહરણ કરાવ્યાનું ખુલ્યું છે. ખડણીની નક્કી થયેલી રકમ ૧૦ લાખ લેવા આવતાં પોલીસે છટકુ સફળ બનાવ્યું હતું. 
પોલીસે મુકત કરાવેલા  અપહૃત મુકેશ ઉધેરજાને મારકુટ થઇ હોઇ તેને સારવાર માટે દાખલ કરાયો છે.  આ બનાવમાં પોલીસે કણકોટ કોળીવાસ ઍન્જિનીયરીંગ કોલેજ પાસે રહેતાં પૂજાબેન મુકેશભાઇ ઉધરેજા (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી અજાણ્યા સામે ગુનો નોîધ્યો હતો. ફરિયાદી પૂજાબેન ઉઘરેજાઍ જણાવ્યું હતું  તા. ૦૭/૦૨/૨૦૨૬ના રોજ બપોરે તેમના પતિ મુકેશભાઈ અને તેમના મિત્રો અરૂણભાઈ રાઠોડ, વિજયભાઈ ઉકેળીયા તથા વિજય મહતો પોતાની સ્વિફ્ટ કાર જીજે૩૬આર-૭૯૪૮ લઈને સાપર ગયા હતા. સાંજે ચાર વાગ્યે મુકેશભાઈઍ પત્નિને ફોન કરીને કહ્નાં હતું કે આજે રસોઈ બનાવતી નહીં, આપણે બહાર જમવા જઈશું. જો કે સાડા સાત વાગ્યા બાદ મુકેશભાઈનો ફોન બંધ આવવા લાગતા પરિવાર ચિંતામાં મુકાયો હતો.
મુકેશભાઈના મિત્ર અરૂણ ઉર્ફે ગીડીઍ પરિવારને આપેલી માહિતી મુજબ તેઓ શાપરથી પરત ફરતા હતા ત્યારે ખોખડદળ મેલડી માતાના મંદિરે દર્શન કરવા જઈ રહ્ના હતા. આ સમયે સાંજના પોણા સાત વાગ્યાના અરસામાં ઍક સિલ્વર કલરની કારે તેમની ગાડી આંતરી હતી. કારમાંથી નીચે ઉતરેલા ઍક શખ્સે ઈશારાથી ગાડી ઉભી રખાવી હતી. ત્યારબાદ બીજી કારમાંથી અન્ય ત્રણ માણસો નીચે ઉતર્યા હતા. આરોપીઓઍ ગાડીમાં સવાર મુકેશભાઈ અને તેના મિત્રોને નીચે ઉતારવા દબાણ કર્યું હતું. મુકેશભાઈ નીચે ન ઉતરતા ઍક શખ્સે છરી બતાવી ગાળો આપી તેમને ખેંચીને બહાર કાઢ્યા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો. 
મુકેશભાઈના મિત્રો તેમને છોડાવવા વચ્ચે પડ્યા તો આરોપીઓઍ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો હતો, જેના કારણે મિત્રો થોડે દૂર જતા રહ્ના હતા. તકનો લાભ લઈ ચારેય અજાણ્યા શખ્સો મુકેશભાઈને તેમની જ સ્વિફ્ટ કારમાં બળજબરીથી બેસાડી, બંને કાર લઈ અંધારામાં ફરાર થઈ ગયા હતા. આજીડેમ પીઆઇ ઍ. બી. જાડેજાની રાહબરીમાં પીઍસઆઇ ઍસ. ઍલ. ગોહિલે ગુનો નોîધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે છટકુ ગોઠવી ઍક આરોપીને પકડી લઇ અપહૃતને મુક્ત કરાવ્યો છે.
મુક્ત થયેલો મુકેશ ઉધરેજા સારવાર માટે દાખલ થયો હતો. તેણે પોતાને અજાણ્યા અપહરણકારે ઢીકાપાટુનો માર મારી છરીથી ઇજા પહોîચાડ્યાનું કહ્નાં હતું. મુકેશે જણાવ્યું હતું કે અગાઉ ઍક કેસના ખર્ચ બાબતે મારે મિત્ર અરૂણ રાઠોડ કે જે મોટા મવા રહે છે તેના મિત્ર વિજય લટાળા સાથે માથાકુટ થઇ હતી. તેમજ અરૂણે ઍક વખત ફોન કરી વિજયને કાર જાઇઍ છે તેમ કહેતાં મેî આપી નહોતી. આ બાબતનો ખાર રાખી મિત્રના મિત્રઍ જ હવાલો દઇ મારુ અપહરણ કરાવ્યાનું લાગે છે.
મને અરૂણ અને તેનો મિત્ર વિજય શનીવારે ઍકટીવા કોટડા સાંગાણી પોલીસે ડિટેઇન કર્યુ છે તે છોડાવવા જવું છે તેમ કહેતાં હું તેની સાથે મારી સ્વીફટ કાર લઇને ગયો હતો. પણ પોલીસે સોમવારે વાહન છુટશે કહેતાં અમે પરત આવતાં હતાં ત્યારે ખોખડદળ નજીક પહોîચતા વિજય અને અરૂણે મેલડી માતાના દર્શને જવાની વાત કરતાં ઍ તરફ ગયા હતાં. ત્યારે કાર વિજય હંકારતો હતો. અચાનક જ ઍક બીજી કાર આવી હતી. તેણે અમારી કાર આંતરી હતી. મેî વિજય અને અરૂણને દરવાજા નહિ ખોલવા કહ્નાં હતું. પણ બંને દરવાજા ખોલી બહાર નીકળી ગયા હતાં અને ચાલતા થઇ ગયા હતાં. મારા મામાજીનો દિકરો ગોલી પણ સાથે હતો. હું કંઇ સમજુ ઍ પહેલા અજાણ્યાઅોઍ મારી જ કારમાં છરીની અણીઍ અપહરણ કરી લીધુ હતું. મારા સાળાઍ બચાવવા પ્રયાસ કર્યો હતો. પણ તેને ધોલધપાટ થઇ કરાઇ હતી. 
આ પછી મને આંખે પાટો બાંધી દેવાયા હતો અને ચુપચાપ બેસવા ધમકી અપાઇ હતી. અજાણ્યા શખ્સો કહેતાં હતાં કે અમે તારો હવાલો લીધો છે. આ પછી મને જંગલ જેવા વિસ્તારમાં લઇ ગયા હતાં. જ્યાં મને પીવા માટે પાણી અને ખાવા માટે વેફર અપાઇ હતી. શનીવારની રાત ત્યાં જ રાખ્યો હતો. રવિવારે મારી પાસે છુટવુ હોય તો ૧ કરોડ દેવા પડશે તેમ  કહ્નાં હતું. મેî તેને કહ્નાં કે આટલી રકમ મારી પાસે નથી પણ હું જેની સાથે કામ કરુ છું તેની સાથે વાત કરવા દો તો મેડ પડી જશે. આથી તેણે મારા મોબાઇલમાં બ્લુટુથ કનેક્ટ કરાવી વાત કરવા દેતાં મેî વાજડીના મારા મિત્રને ફોન કરી પૈસાની વાત કરી હતી. તેણે પોતે સોમવાર સુધીમાં વ્યવસ્થા કરશે તેમ કહ્નાં હતું. જા કે વાત ૧૦ લાખમાં નક્કી થઇ હતી. 
ઍ દરમિયાન પોલીસને મારા મિત્રઍ જાણ કરી હતી. સોમવારે મને અપહરણકારોઍ ફરી પૈસા માટે ફોન કરવાનું કહેતાં મને મિત્રઍ વાજડી આવી પૈસા લઇ જવાનું કહેતાં બે અપહરણકાર મારી જ કારમાં મને વાજડી લાવ્યા હતાં. અહિ પહેલેથી જ પોલીસની  ટીમ હાજર હતી.  પોલીસે સંજય નામના અપહરણકારને પોલીસે પકડી લીધો હતો અને મને મુક્ત કરાવ્યો હતો. પોલીસે જેમાં અપહરણ થયું હતું ઍ કાર પણ કબ્જે કરી છે. મુકેશને સારવાર માટે દાખલ કરાયો હતો. 
પોલીસ તપાસમાં ખુલ્યુ છે કે અપહૃત અને અપહરણકારો પૈકીનો સંજય ડાભી જુના મિત્રો છે. અગાઉ ઍક કેસમાં સંજયને મુકેશને કારણે જેલ થઇ હતી. તેમાંથી છુટવાનો ખર્ચ બાદમાં મુકેશ ભોગવશે ઍવુ નક્કી થયું હતું. પરંતુ મુકેશ સંજયને આ પૈસા દેતો ન હોઇ સંજયઍ પોતાના અન્ય મિત્ર વિજય લટાળાને વાત કરી હતી. વિજયઍ પોતાના  મિત્ર અરૂણ થકી અરૂણના મિત્ર મુકેશને ઉઠાવી ખંડણી વસુલવાનો પ્લાન પડ્યો હતો. વિજયના કહેવા મુજબ અરૂણ મિત્રને કારમાં કોટડા લઇ ગયો હતો. પણ અરૂણ પોતાના મિત્ર વિજયના કાવત્રાથી અજાણ હતો. આ કેસમાં હાલ પોલીસે સંજય ડાભી, વિજય ઉર્ફ લટાળો, સુરેશ કેશુ ઉકેડીયાને સંકંજામાં લીધા છે. બાકીના રવિ ઉર્ફ ગોગયો, વિવેક ઉર્ફ વિકુ અને સાગરની શોધખોળ થઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી હેતલ પટેલ, ઍસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગતં આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ ઍ. બી. જાડેજા, પીઍસઆઈ ઍસ. વી. ગોહિલ, ઍ. આર. રાઠોડ, ઍઍસઆઇ રવિભાઇ ડી. વાંક, ઍઍસઆઇ ઍચ. વી. મારવાણીયા, હેડકોન્સ. અક્ષયરાજસિંહ રાણા, કોન્સ. અક્ષયરાજસિંહ ઝાલા, ગોપાલભાઇ બોળીયા, દેવાંગભાઇ પાલા, પિયુષભાઈ ચિરોડીયા, હિતેષભાઇ અગ્રાવત, ભરતભાઇ જોગીયા, દેવાંગભાઇ પાલા, સંજયરાજભાઇ બારોટ, હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, ગોપાલભાઈ બોળીયા, મહેશભાઇ કોઠીવાળ અને વિશ્વરાજસિંહ પરમાર તેમજ ઍલસીબી ઝોન-૧ ટીમના પીઍસઆઇ ઍમ. કે. મોવલીયા, ઍઍસઆઇ મનરૂપગીરી, રવિભાઇ સહિતની ટીમે આ કામગીરી કરી હતી. (૧૪.૬)

(2:32 PM IST)