<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

સંગઠન શક્તિ ભાજપના નવયુવાન સારથીઓનું આજે સાંજે અભિવાદન

કમલમ ખાતે નવી સંગઠન ટીમનું કુમકુમ તિલકથી સ્‍વાગત કરી, ઢોલ નગારા, આતશબાજી, મોં મીઠા કરી આવકારવામાં આવશે

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલાએ એક સંયુકત અખબારી યાદીમાં જણાવ્‍યું હતું કે, પ્રદેશ ભાજપ દ્વારા નિમણુંક કરવામાં આવેલ રાજકોટ શહેર ભાજપની સંગઠનની ટીમના ૨૧ હોદ્દેદારો, શહેરના વિવિધ સાત મોરચાના નવનિયુકત પ્રમુખ અને મહામંત્રીશ્રીઓ તેમજ સોશીયલ મીડીયા, આઈ.ટી. વિભાગ અને મીડીયા વિભાગના ઈન્‍ચાર્જને આવકારવા અને તેમને અભિવાદિત કરવા રાજકોટ શહેરના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓમાં અનેરો ઉત્‍સાહ અને ઉમંગ જોવા મળી રહયો છે. સોશીયલ મીડીયાના માધ્‍યમથી તેમને અસંખ્‍ય શુભેચ્‍છાઓ મળી રહી છે.

શહેર ભાજપના નવનિયુકત સૌ હોદ્દેદારશ્રીઓને તેમના શુભેચ્‍છકો દ્વારા પ્રત્‍યક્ષ શુભેચ્‍છા પાઠવી શકાય અને તેમનું ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત અને અભિવાદન કરી શકાય તે માટે તેઓના અભિવાદન સમારોહનું આજે તા. ૧૦ મંગળવાર સાંજે ૪.૩૦ કલાકે રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય, શીતલ પાર્ક ચોક ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે.

આ અભિવાદન સમારોહના પ્રારંભે  સૌ હોદ્દેદારોનું કુમ કુમ તિલકથી સ્‍વાગત કરી, ઢોલ નગારાંના તાલે અને ફટાકડા ફોડી આતશબાજી કરી  મોં મીઠા કરાવી આવકારવામાં આવશે. આ અભિવાદન સમારોહમાં સૌ નવનિયુકત હોદ્દેદારોના સ્‍નેહી શુભેચ્‍છકો, શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ હોદ્દેદારો, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, વોર્ડ પ્રભારી, વોર્ડ પ્રમુખ મહામંત્રી તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્‍થિત રહેવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્‍દ્રસિંહ ઝાલાએ અનુરોધ કરેલ છે

(3:43 PM IST)