<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th February 2026

બે ઇંચથી ૫ ફૂટ સુધીના ટેડીબીયર, કાર્ડ બજાર અકબંધ

વેલેન્‍ટાઇન - ડે નિમિતે કપલ સિરામિક મગ, શોપીસ, જવેલરી, ઘડીયાલ, પરફયુમ સહિતની ઢગલાબંધ આઇટમોનો ખજાનો જોહર કાર્ડસ અને જોહર ગેલેરીમાં ઉપલબ્‍ધ

રાજકોટ : ૧૪ ફેબ્રુઆરી એટલે વેલેન્‍ટાઇન્‍સ-ડે મનાવવામાં આવે , ત્‍યારે રાજકોટના જોહર કાર્ડસ (ડો. યાજ્ઞિક રોડ) અને જોહર ગેલેરી (કાલાવડ રોડ, પ્રેમ મંદિર રોડ) મા ગીફટ-આર્ટીકલ નવીન પ્રેમ સોગાદોથી છલકાઈ ગયા છે, રાજકોટ સહીત વિશ્વભરમાં લવોત્‍સવ મનાવાશે. પ્રેમ કરવા માટે કોઇ એક દિવસ જ કાફી નથી પરસ્‍પર શુભભાવના-શુભકામના અને ખુશીઓનાં તરંગો ફેલાવવા એ જ સાચો પ્રેમ, યુવા હૈયાઓ પરસ્‍પર ગીફટ, ચોકલેટસ, કાર્ડસ ના માધ્‍યમથી પ્રેમ દીવસ મનાવશે, એકબીજાને ચાહે બાળક હોય કે વડીલ દરેક પ્રત્‍યે શુભભાવના અને શુભકામના રાખી ખુશીઓની તરંગો ફેલાવવી એ જ સાચો પ્રેમ છે અને આ વાતને હજજારો લોકોએ અમલમાં લાવીને અનુભવી છે.

વાત કરીએ રાજકોટની તો રાજકોટ માટે કહેવાય છે કે અહીંનાં લોકો પ્રેમ, પ્રસંગ અને પર્વમય બની જશે. યુવાધન સહીત દરેક લોકો પ્રેમોત્‍સવને પ્રેમપુર્વક મનાવશે, અઢી અક્ષર નો પ્રેમ શબ્‍દ દુનિયામાં બે હૈયામાં ઉછળતી સમાન ઊર્મિને ‘‘પ્રેમ'' નું નામ આપવામાં આવે છે. ખાસ કરીને ફેબ્રુઆરી માસના પ્રારંભમાં છે વ્‍યકત કરવા માટે યુવાનો અલગ અલગ દિવસની ઉજવણી કરે છે, લોકો પોતાને લાઈફ પાર્ટનને ખુશ કરવા માટે અલગ અલગ પ્રકારની ગિફ્‌ટ ની ખરીદી કરી રહ્યા છે ત્‍યારે કોઈ ખાસ વ્‍યક્‍તિ સાથે તેની શરૂઆત કરવા માટે ગિફ્‌ટ આપી અને પ્રપોઝ કરતા હોય છે.

લોકો રોમેન્‍ટિક અંદાજમાં એકબીજાને પ્રપોઝ કરીને પોતાના પ્રેમની મજબુત કરવા માગતા હોય છે, આ દિવસોમાં લોકો પોતાના પાર્ટનરને સરપ્રાઈઝ આપી અને રોમેન્‍ટિક અંદાજમાં પોતાના પાર્ટનરને લાગણી જતાવે છે, રાજકોટનાં પ્રખ્‍યાત જોહર કાર્ડ મા વેલેન્‍ટાઇન ડે નીમીતે ગિફટનો ખજાનો જોવા મળી રહયો છે, પ્રેમ ની અભિવ્‍યક્‍તિ વ્‍યકત કરતા કાર્ડનું ચલણ આજે પણ અકબંધ છે, યુવાધન માટે આ વર્ષે મલ્‍ટીલાઇટીંગ ગ્‍લાસ વુડન વાળા ડુમ સંખ્‍યાબંધ વેરાઇટીઓ છે. બ્‍લુટૂથ સાથે તાોફોલ વાળા ડુમ કપલ શોપીસ જેમાં કપલ સ્‍ટેચ્‍યુ, ફલાવર, હાર્ટ, લવ લખેલુ છે. કિંગ ક્‍વીન,મિસ્‍ટર મિસિસ વાળા કપલ સિરામિક મગ, મ્‍યુઝીકલ શોપીસ, ફોર પીસ અને ટુ પીસ, લાઇટીંગ મ્‍યુઝીકલ વાળા ઘર આકારનાં કપલ શો પીસ, સાઇકલ સાથેના કપલ શોપીસ, મિરર ફોટો ફ્રેમ, આ સિવાય વેલેન્‍ટાઈન સ્‍પેશિયલ ચોકલેટ, પરફયુમ, ઘડિયાળ, જવેલરી, કપલ કીચેન પસંદ કરીને સામે વાળી વ્‍યક્‍તી ને આપે છે.

વધુમાં યુસુફભાઈ જણાવ્‍યું કે અમે પર્સનલાઇઝ ગીફટો આઈટમોમાં બનાવી આપીએ છીએ વેલેન્‍ટાઈન સ્‍પે.કોમ્‍બો, હેમ્‍બર ગીફ્‌ટ, નેઈમવાળા વોલેટ-કીચેઇન પાસપોર્ટ કવર, પીલો, ફોટોફ્રેમ, બોલપેન, લોક ડાયરી, મગ, થતા ગોલ્‍ડન રોઝ, રેડરોઝ આકર્ષક ગીફટ બોકસમાં આવેલ છે, રેડ હાર્ટ વાળા પરદા, શોફ્‌ટ ટોઈઝ મા જેમાં અલગ અલગ લવના લખાયા પ્રીન્‍ટેડ કરેલ હોય છે.

ટેડીબીયર બે ઇંચથી પાચ ફુટ સુધીના  ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ લગ કલરોમાં આવેલ છે,જયારે જોહર ગેલેરી ના જોહર ભાઈ જણાવે છે કે, લવ સ્‍ટોરી બૂક, જમ્‍બો કાર્ડસ, મ્‍યુઝીકલ કાર્ડસ, પાંચ રોમન્‍ટીક કાર્ડસ, ટેડીબીયર આકારનું કાર્ડસ, સ્‍વીટહાર્ટ આઈ લવ યુ કાર્ડસ સ્‍પે લવના કાર્ડસ આવી ગયેલ હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે.

 

(3:18 PM IST)