News of Tuesday, 10th February 2026
કોમ્યુનિટી હોલના બુકિંગની સમય મર્યાદા વધી
લગ્ન માટે ૯૦ દિવસના બદલે ૧૮૦ દિવસ તથા અન્ય પ્રસંગો માટે ૩૦ દિ' ના બદલે ૯૦ દિ' અગાઉ બુકિંગ કરી શકાશે

રાજકોટઃ શહેરમાં રહેતા પરિવારોને નાના-મોટા પ્રસંગોના આયોજન માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમા કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલ છે, જેના એડ્વાન્સ બુકિંગની પ્રક્રિયા ઓનલાઇન થઇ શકે છે, અને આ માટે પ્રવર્તમાન નિયમો અમલમાં છે.
આ બુકિંગ માટેના નિયમોને સરળ બનાવતાઃ લગ્ન પ્રસંગ માટે હાલ વધુમાં વધુ ૯૦ દિવસ પહેલા રીઝર્વેશન થઈ શકે છે જે હવે ૧૮૦ દિવસ પહેલાથી થઈ શકશે તેમજ અન્ય પ્રસંગો માટે ૩૦ દિવસ પહેલા બુકીંગ થઈ શકે છે તે હવે ૯૦ દિવસ પહેલા થઈ શકશે.
રીફંડના નિયમોનું પણ સરળીકરણ કરતા, હાલ બુકીંગ રદ્દ કરવાના કિસ્સામાં ૭૫્રુ ભાડાની કપાત થાય છે તેમાં સુધારો કરીઃ બુકીંગ કરાવ્યાના ૨૪ કલાક (૧ ર્વકિંગ દિવસ)માં રદ્દ કરવામાં આવે તો - રૂ.૫૦૦/-, પ્રસંગના ૧૫ દિવસ પહેલા રદ્દ કરવામાં આવે તો - ભાડાની રકમના ૫૦ટકા પરંતુ વધુમાં વધુ રૂ.૧૦,૦૦૦/-, પ્રસંગના ૭ દિવસ પહેલા રદ્દ કરવામાં આવે તો - ભાડાની રકમના ૭૫ ટકા પરંતુ વધુમાં વધુ રૂ.૧૫,૦૦૦/-, અવસાન વિગેરેના કારણોસર તારીખમાં ફેરફાર કરવાનો થાય તો રૂ.૫૦૦/- ભરપાઈ કરવાથી તારીખ બદલી શકાશે.
(4:07 PM IST)










