<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

ગોંડલ પાસે ૨૨ લાખનો દારૂ ભરેલ ટ્રક પકડાયો

પુંઠાની સીટ નીચે છુપાવેલ દારૂનો જથ્‍થો રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો : રાજસ્‍થાનના ડ્રાઇવરની ૨૭.૩૩ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ : બેની શોધ તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ અને દારૂનો જથ્‍થો નજરે પડે છે

રાજકોટ, તા.૧૧:  ગોંડલ - રાજકોટ હાઇવે ઉપર ભરૂડી ગામના પાટીયા પાસે રૂરલ ક્રાઇમ બ્રાંચે વોચ ગોઠવી પુંઠાની સીટ નીચે છુપાવેલ ૨૨ લાખનો દારૂ ઝડપી લીધો હતો. પોલીસે ટ્રક સહિત ૨૭.૩૩ લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી અન્‍ય બે શખ્‍સોની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર એ દારૂના ગણનાપાત્ર કેશો શોધી કાઢવા સારૂ રાજકોટ કેન્‍જમા પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબ સહ્યા રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ સુચના આપેલ હોય જે સૂચના અન્‍વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સ્‍પેકટર  વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઈન્‍સ. એચ.સી.ગોહીલ તથા પો.સબ.ઈન્‍સ.  કે.એમ.ચાવડા તથા પો.સબ.ઇન્‍સ. આર.વી.ભીમાણી ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન બાતમી રાહે ચોક્કસ હકિકત મળેલ કે, ટ્રક (આઈસર) રજીસ્‍ટર નં. GJ-૨૧-સ્‍-૦૭૬૭ વાળામાં તેનો ચાલક ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્‍લીશ દારૂનો જથ્‍થો લઇ રાજકોટથી જુનાગઢ તરફ વેંચાણ કરવાના ઇરાદે લઇ પસાર થનાર હોય જે બાતમી હકિકત આધારે રેઈડ કરતા પકિકત વાળો ટૂંક ભરૂડી ગામ પાસે રોકી ચેક કરતા તેમાથી અલગ અલગ બ્રાન્‍ડની વિદેશી દારૂની નાની-મોટી બોટલો નંગ ૭૧૯૩ કિં.૨૨.૧૩ લાખ તથા ટ્રક કિં.૫ લાખ, મોબાઇલ ફોન અને પુંઠાની સીટ સહિત ૨૭.૩૩,૯૯૨ નો મુદામાલ સાથે  સુભાષ ૫/૦ બીરબલભાઈ સારણ, રહે- જાલોર, રાજસ્‍થાન, ટુક રજી નં-GJ-૨૧-૧૭૬૭ નો ચાલકની ધરપકડ કરાઇ હતી. જયારે કલ્‍પેરા ઢાંકા (બીરનોઈ) રહે. ઘોલીયાભાટા ગામ તા. ધોરીમના જી.બાડમેર (ઇંગ્‍લીરા દારૂ મોકલનાર) તથા ઇંગ્‍લીશ દારૂ મંગાવનાની શોધખદળ હાથ ધરાઇ છે.

આ કાર્યવાહી રાજકોટ ગ્રામ્‍ય એલ.સી.બી. એ.એસ. આઇ. બાલકળષ્‍ણભાઈ ત્રીવેદી,  જયવિરસિંહ રાણા, અનીલભાઇ બડકોદીયા, ભાવેશભાઈ ચાવડા ઈન્‍દ્રસિંહ જાડેજા  પો.હેડ કોન્‍સ. ભગીરથસિહ જાડેજા, પ્રહલાદસિહ રાઠોડ, મનીષભાઈ વરૂ, રમણીકભાઈ મણવર, અર્જુનભાઈ ડવેરા, મંદીપસિંહ જાડેજા, ઘનશ્‍યામસિંહ જાડેજા, અરવીંદસિંહ જાડેજા, રસીકભાઈ જમોડ, ધર્મેન્‍દ્રભાઈ ચાવડા તથા પો.કોન્‍સ. શક્‍તિસિંહ ઝાલા, ભાવેશભાઈ મકવાણા, રણજીતભાઈ બોરડ, ભરતભાઈ ગમારા, વીજયભાઈ સીહાર, ઈશીતભાઈ માણાવદરીયા, શક્‍તિસિંહ જાડેજા, નિકુંજભાઈ સુતરીયા તથા ડ્રા.પો.કોન્‍સ. અબ્‍દુલભાઈ શેખ દ્વારા કરવામાં આવી હતી.

(2:46 PM IST)