<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

પોપટપરા રઘુનંદન સોસાયટીમાં સરદારજીના બે પરિવારો વચ્‍ચે ઇંટ-પાઇપથી મારામારીઃ ૬ને ઇજા

અગાઉનું મનદુઃખ, પૈસાની લેતીદેતી કારણભુતઃ રવિન્‍દ્રસિંઘ અને તેના માતાને ઇજાઃ સામા પક્ષે તનુબેન અને તેના પિતા મનજીતસિંઘ, ભાઇ આકાશસિંઘ તથા ભાભીને ઇજા

રાજકોટ તા. ૧૧: પોપટપરા મેઇન રોડ પર રઘુનંદન સોસાયટીમાં પાડોશીઓ વચ્‍ચે પૈસાની લેતીદેતી અને જુના મનદુઃખને લીધે મારામારી થતાં એક બીજા પર પાઇપથી હુમલો કરી ઇંટોના ઘા કરતાં બંને પક્ષના મળી ૬ને ઇજા થઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ રઘુનંદન સોસાયટીમાં રહેતાં બલજીતબેન સરપાલસિંઘ રાઠોડ (ઉ.વ.૭૦) તથા તેનો દિકરો રવિન્‍દ્રસિંઘ સરપાલસિંઘ રાઠોડ (ઉ.વ.૩૨) સવારે ઘરે હતાં ત્‍યારે પાડોશી આકારસિંઘ, શાનુ, અનમોલ સહિતનાએ ઝઘડો કરી પાઇપથી માર મારતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતાં.

સામા પક્ષે રઘુનંદન સોસાયટીમાં જ રહેતાં તનુબેન મનજીતસિંઘ પોથીવાલ (ઉ.વ.૨૫), તેણીના પિતા મનજીતસિંઘ ગુરૂબચ્‍ચનસિંઘ પોથીવાલ (ઉ.વ.૫૫), ભાઇ આકાશસિંઘ મનજીતસિંઘ (ઉ.વ.૨૯) અને ભાભી ભગવતકોૈર આકાશસિંઘ (ઉ.વ.૨૭) પણ ઇજાગ્રસ્‍ત હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં પહોંચતા અને પોતાના પર પાડોશી રવિન્‍દ્રસિંઘ, પ્રદિપસિંઘ, ઇલવાસિંગ સહિતે પાઇપથી હુમલો કરી ઇંટોના ઘા કરી ઇજા પહોંચાડયાનું કહેતાં બને બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને કરી હતી.

તનુબેન પોથીવાલે જણાવ્‍યું હતું કે એક વર્ષ પહેલા રવિન્‍દ્રએ પજવણી મામલે માથાકુટ કરી હાથ ભાંગી નાખ્‍યોહ તો. જુના મનદુઃખનો ખાર રાખી ફરીથી આજે મારામારી કરાઇ હતી. આકાશસિંઘના હાથમાં રહેલા ત્રીસ હજાર રૂપિયા પણ ઝપાઝપીમાં ખોવાઇ ગયા હતાં. ઉપરાંત તેણીના ભાભી વિશે પણ રવિન્‍દ્રસિંઘ જેમ તેમ બોલ્‍યા હોવાનો આક્ષેપ કરાયો હતો.સામા પક્ષે રવિન્‍દ્રસિંઘે જણાવ્‍યું હતું કે પોતે ચશ્‍મા વેંચી ગુજરાન ચલાવે છે. અગાઉ તેણે દસ હજાર રૂપિયા લીધા હોઇ તે વ્‍યાજ સહિત પંદર હજાર ચુકવી દીધા છતાં વધુ પૈસા માંગી માથાકુટ કરવામાં આવતી હોઇ આ બારામાં તેણે પોલીસમાં અરજી કરી હોઇ તે કારણે ચાલતા મનદુઃખને લીધે મારામારી થઇ હતી. પ્ર.નગર પોલીસે બંનેના આક્ષેપો બાબતે વધુ તપાસ હાથ ધરી છે. 

(3:23 PM IST)