<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

૧૦ સ્‍માર્ટ આંગણવાડી કેન્‍દ્રોનું નિર્માણ યુવા અનસ્‍ટોપેબલ ફાઉન્‍ડેશનના સહયોગથી

 

રાજકોટ : શહેરના સેન્‍ટ્રલ ઝોન વિસ્‍તારમાં યુવા અનસ્‍ટોપેબલ ફાઉન્‍ડેશન (Yuva Unstoppable NGO) તથા દાતા શ્રી પ્રદીપભાઈ ધામેચાના સહયોગથી કુલ ૧૦ આંગણવાડી કેન્‍દ્રોને સ્‍માર્ટ અને સુવિધાયુક્‍ત આંગણવાડી તરીકે વિકસાવવામાં આવ્‍યા છે. આ પ્રોજેક્‍ટ અંતર્ગત બાળકોને અભ્‍યાસ સાથે આનંદદાયક અને બાળમૈત્રીપૂર્ણ વાતાવરણ મળી રહે તે હેતુથી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. યુવા અનસ્‍ટોપેબલ એન.જી.ઓ. દ્વારા આ ૧૦ આંગણવાડી કેન્‍દ્રોમાં Building as Learning Aid (બાલા પેઇન્‍ટિંગ), રમત સાથે ગમ્‍મત અને ગમ્‍મત સાથે જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે ટી.વી., ઇન્‍ડોર ગેમ્‍સ (શૈક્ષણિક રમકડાં), આઉટડોર ગેમ્‍સ જેમ કે હીંચકા, લપસ્‍યા, ઊંચક-નીચક, જમ્‍પિંગ સાધનો તેમજ બાળકોની સુરક્ષા અને સુખાકારી માટે ફ્‌લોરિંગની સુવિધા વિકસાવવામાં આવી છે. ઉપરાંત આંગણવાડી કેન્‍દ્રોમાં જરૂરી ફર્નિચરનું કામ પણ કરાવવામાં આવ્‍યું છે,

જેથી બાળકોને ભણતર સાથે આનંદદાયક અને સુરક્ષિત માહોલ મળી રહે. બાળ વિકાસ યોજના અધિકારી  પૂજાબેન જોશીએ  પ્રોગ્રામ ઓફિસર શ્રી શારદાબેન દેસાઈ દ્વારા પણ આ સમાજહિતના કાર્ય માટે આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

(4:04 PM IST)