<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th February 2026

મહાશિવરાત્રી પર્વ પૂર્વે શિવાલયો તેમજ દેવસ્‍થાનો ચોખ્‍ખો ચણાંક કરો

યુવા આગેવાન વિરલ ભટ્ટે મ્‍યુનિ. કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી

રાજકોટ , તા. ૧૧ : મહાશિવરાત્રીૅ પર્વ આવતો હોય રાજકોટ મહાનગરપાલિકા ની હદમાં આવતા ૧૮  વોર્ડમાં મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે શહેરના તમામ શિવાલયોમાં તેમજ દેવસ્‍થાનોની  આજુબાજુમાં સઘન સફાઈ કરાવવા તેમજ મહાશિવરાત્રીના દિવસે શિવાલયો તથા દેવસ્‍થાનો ની આસપાસમાં આજુ-બાજુમાં થયેલ ગંદકીની સફાઈ કરાવવા તેમજ મંદિરોની ડ્રેનેજ ચોક-અપ ન થાય તે માટે ખાસ તકેદારી લેવા યુવા અગ્રણી વિરલ ભટ્ટે મ્‍યુનિ. કમિશનરને લેખીત રજૂઆત કરી છે.

વધુમાં વિરલ ભટ્ટે પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે શિવાલયોમાં ભક્‍તોની ભીડ ઉમટતી હોય ત્‍યારે તંત્ર અગાઉથી જ જાગળત બને તે જરૂરી છે તેથી દર્શનાર્થે જતા શિવ ભક્‍તો તેમજ લોકોને હાલાકી ન

ભોગવવી પડે આ ઉપરાંત આજુબાજુની ડ્રેનેજ ચોક-અપ ન થાય તે માટે અગાઉથી જ તકેદારી રાખવામાં આવે તેવી અમારી માંગણી છે, મહાનગરપાલિકા મંદિરો, શિવાલયો દેવસ્‍થાનોની સાફ સફાઈ માટે મહાનગરપલિકા તંત્ર જાગળત બને તે જરૂરી તેમજ મોટા મંદિરોમાં ફાયર ફાઈટર મારફતે પાણી છંટકાવ, સઘન સફાઈ તેમજ ડ્રેનેજ વ્‍યવસ્‍થા, દવા છંટકાવ વગેરે માટેના આવશ્‍યક પગલા લેવામાં આવે તે જરૂરી છે.

તેમજ તહેવાર બાદ મંદિરોમાંથી ફૂલ-હાર,પૂજાપો વગેરેના વપરાશ થયા બાદ નિકાલ માટે પણ તંત્રએ વિશેષ વ્‍યવસ્‍થા રાખવા તેમજ ગોઠવણ કરવા માંગ કરીએ છીએ.

(4:23 PM IST)