News of Thursday, 12th February 2026
સીંગતેલમાં પુનઃ તેજી ૨૦ રૂા.વધ્યા

રાજકોટ, તા.૧૨: સીંગતેલના ભાવો સ્થિર રહ્યા બાદ આજે ફરી તેજી જોવા મળી હતી અને ૨૦રૂાનો ભાવવધારો થયો હતો.
સ્થાનીક બજારમાં કાચામાલની અછતના બહાને આજે સીંગતેલમાં ૨૦રૂા નો ભાવવધારો થયો હતો. સીંગતેલ લુઝના ભાવ ૧૭૩૦રૂા. હતા તે વધીને આજે બપોરે ૧૭૫૦ રૂા.અને સીંગતેલ નવા ટીનના ભાવ ૨૮૫૫થી ૨૯૦૫ રૂા હતા તે વધીને ૨૮૭૫થી ૨૯૨૫રૂાની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૫ રૂાનો ભાવ વધારો થતા કપાસીયા ટીનના ભાવ વધીને ૨૨૭૫થી રૂા. ૨૩૦૫રૂા. થયા હતા. (૩.૧૪)
(2:49 PM IST)










