News of Thursday, 12th February 2026
મહાશિવરાત્રી નિમિતે કતલખાના બંધ રાખવાઃ જાહેરનામુ
રવિવારે માંસ, મટન, મચ્છી તથા ચિકનના વેચાણ ઉપર પ્રતિબંધ

રાજકોટઃ આગામી તા. ૧પ ને રવિવારના રોજ ‘મહાશિવરાત્રી' નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છી અને ચીકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩ર૯ અને ૩૩૬ તથા રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ગંભીર નોંધ લેવી.(૬.૧૬)
(3:58 PM IST)










